ગુજરાત

gujarat

ETV Bharat / state

આજથી થશે ધનાર્ક કમુરતાની શરૂઆત: એક મહિના સુધી શુભ અને માંગલિક કાર્યો થશે બંધ - DHANARAK KAMURTA 2024

આજથી શરૂ થઈ રહ્યો છે ધનાર્ક કમુરતા. આ સમય દરમિયાન લગ્ન વેવિશાળ, નવી મિલકત ખરીદવી, ગૃહ પ્રવેશ કરવો જેવા શુભ કાર્યો ના કરવાની માન્યતા છે.

એક મહિના સુધી શુભ અને માંગલિક કાર્યો થશે બંધ
એક મહિના સુધી શુભ અને માંગલિક કાર્યો થશે બંધ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 15, 2024, 5:32 AM IST

જૂનાગઢ:આજથી એટલે કે કારતક સુદ પૂનમથી ધનાર્ક કમુરતા શરૂ થઈ રહ્યો છે. પરંપરાગત રીતે એક મહિના સુધી કોઈ શુભ કાર્ય થઈ શકતું નથી, પરંતુ આ સમય દરમિયાન ધર્મ કાર્ય અને અન્ય પૂર્વ નિર્ધારિત સમયે શરૂ થયેલા કાર્યોને પૂર્ણ કરી શકાય છે. ધનાર્ક સમયગાળો ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ પ્રસંગ સાથે પણ જોડાયેલો છે. આ એક માસ દરમિયાન ભગવાન વિષ્ણુ અને સત્યનારાયણની પૂજા અને કથાનું પણ વિશેષ મહત્વ સનાતન ધર્મના ગ્રંથોમાં જોવા મળે છે.

કારતક સુદ પૂનમથી ધનાર્ક કમુરતા શરૂ: વિક્રમ સવંતના વર્ષમાં કારતક સુદ પૂનમથી એક મહિના માટે ધનાર્ક કમુરતા શરૂ થતા હોય છે. ધનાર્ક કમુરતાનો સમય સૂર્યની ગતિને કારણે નક્કી થાય છે. વિક્રમ સંવતના પંચાંગ મુજબ સુર્ય એક રાશિમાં 30 દિવસ રહેશે, સૂર્ય રાશિ બદલે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. આ પ્રકારની સંક્રાંતિ દર એક મહિનામાં એક વખત અને મોટે ભાગે અંગ્રેજી તારીખ મુજબ 14, 15 કે 16 તારીખે આવતી હોય છે.

આજથી થશે ધનાર્ક કમુરતાની શરૂઆત (Etv Bharat Gujarat)

ધનાર્ક કમુરતા:સૂર્ય વૃશ્ચિક રાશિ છોડીને રવિવારથી એટલે કે આજથી ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જેથી આ સમયગાળાને ધનાર્ક કમુરતા તરીકે ઓળખવામાં આવે છે. એક મહિનામાં સૂર્ય બળવાન બનતા ગુરૂનું તેજ ક્ષિણ થાય છે જેથી ધનાર્ક કમુરતા દરમિયાન કોઈ શુભ કાર્યની શરૂઆત થતી નથી.

માંગલિક પ્રસંગો પ્રતિબંધિત પરંતુ ધર્મ કાર્ય થઈ શકે:ધનારક કમુરતાના સમયમાં શુભ કાર્યો, લગ્ન વેવિશાળ, નવી મિલકત ખરીદવી, ગૃહ પ્રવેશ કરવો આ પ્રકારના શુભ કાર્યો પ્રતિબંધિત માનવામાં આવે છે. પરંતુ ભગવાન સત્યનારાયણની કથા, વિષ્ણુ પૂજા, પીપળાની પૂજા અને વિષ્ણુના 1000 નામનો પ્રતિ દિવસે જાપ કરવા માટે ધનાર્ક કમુરતાનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. વિક્રમ સંવતમાં દક્ષિણાયન અને ઉતરાયણનું પણ ખૂબ વિશેષ મહત્વ જોવા મળે છે. ધનાર્ક સમયગાળો પૂર્ણ થતા સંક્રાંતિ થાય છે. અને 14 મી જાન્યુઆરીના દિવસે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરે છે, જેથી તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે ધનાર્ક સમય પણ પૂર્ણ થતો હોય છે.

આજથી થશે ધનાર્ક કમુરતાની શરૂઆત (Etv Bharat Gujarat)

શિવ અને પાર્વતી ના લગ્ન સાથે ધનાર્ક જોડાયો: ધનાર્ક કમુરતાનો સમય શિવ અને પાર્વતીના લગ્ન સાથે પણ જોડાયો છે. તેવી લોકવાયકા આજે પણ લોકમાનસમાં જોવા મળે છે. ભગવાન શિવ, માતા પાર્વતી સાથે વિવાહ કરવા માટે તેમના ઘરે પહોંચ્યા ત્યારે મહાદેવના ઓવારણા લેતી વખતે પાર્વતીના માતા મેનાદેવી ભગવાન શિવનું અતિ બિહામણું સ્વરૂપ જોઈને બેભાન થઈ ગયા હતા અને તે લગભગ 30 દિવસ સુધી આ અવસ્થામાં રહ્યા હતા. આ સમયે પણ સૂર્ય ધન રાશિમાં હતો જેથી ધનાર્ક કમુરતાના સમયમાં લગ્ન જેવા શુભ પ્રસંગો આજે પણ કરવામાં આવતા નથી.

આ પણ વાંચો:

  1. વર્ષ 2024 અને 2025માં લગ્નના 70 શુભ મુહૂર્ત, ડિસેમ્બર, ફેબ્રુઆરી અને મે મહિનામાં સૌથી વધુ મુહૂર્ત
  2. ભાવનગર: મોબાઈલના યુગમાં પણ તારીખિયા, પંચાંગ ખરીદવાની માંગ, આ વખતે કેટલા ભાવ વધ્યા?

ABOUT THE AUTHOR

...view details