જુનાગઢ : જુનાગઢ શહેરમાં ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં આવેલી અને જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના સાત જિલ્લાની રીજનલ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા જુનાગઢ બ્રાન્ચ ઓફિસમાં લોન શાખામાં કામ કરતા મેનેજર સીયારામ પ્રસાદે તેમના ઘરે આપઘાત કરી લેતાં સમગ્ર જુનાગઢ શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. નાણાકીય વ્યવસ્થા સાથે સંકળાયેલા બેંક મેનેજરે કયા કારણોસર આપઘાત કર્યો છે તેને લઈને સી ડિવિઝન પોલીસ દ્વારા વિધિવત તપાસ શરૂ કરાઈ છે. હાલ મૃતદેહનો કબજો લઈને સી ડિવિઝન પોલીસે પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Junagadh Crime : રીજનલ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા જુનાગઢના મેનેજરનો આપઘાત, પોલીસે હાથ ધરી તપાસ
જુનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની રીજનલ બ્રાન્ચમાં કામ કરતા મેનેજર સીયારામ પ્રસાદે આજે અચાનક તેમના ઘરે આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે જુનાગઢ શહેરમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલાના સી ડિવિઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
Published : Feb 2, 2024, 3:00 PM IST
|Updated : Feb 2, 2024, 4:58 PM IST
આપઘાતનું કારણ અકબંધ :બેંક મેનેજરનો આપઘાત મામલે પોલીસ તપાસ શરુ સમગ્ર મામલામાં અત્યારે સી ડિવિઝન પોલીસ દ્વારા પ્રાથમિક ધોરણે તપાસ શરૂ કરી છે. બેંક મેનેજર સીયારામ પ્રસાદે કયા કારણોસર આત્મહત્યા કરી છે તેને લઈને હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. સ્થળ પરથી જે સંયોગીક પુરાવાઓ પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓને પ્રાપ્ત થશે. ત્યારબાદ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા કોઈ ખુલાસો થશે. હાલ તો પોલીસ આત્મહત્યાનો ગુનો નોંધીને તપાસ કરી રહી છે.
પુરાવાઓ એકત્ર કરાયા :પોલીસ દ્વારા જે જગ્યા પર બેંક મેનેજરે આપઘાત કર્યો છે ત્યાં પણ તમામ પ્રકારના સંયોગીક પુરાવાઓ એકત્ર કરવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારબાદ આત્મહત્યા પાછળ કયું કારણ જવાબદાર છે તેને લઈને આગામી દિવસોમાં પોલીસ કોઈ ખુલાસો કરે તેવી શક્યતા છે. જુનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની રિજનલ બ્રાન્ચમાં કામ કરતા મેનેજર સીયારામ પ્રસાદે આજે અચાનક તેમના ઘરે આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે જુનાગઢ શહેરમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલાના સી ડિવિઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.