ગુજરાત

gujarat

ETV Bharat / state

જુનાગઢઃ સીતાફળની આવકમાં ધૂમ વધારો, પણ ગત વર્ષની સરખામણીએ ખેડૂતોને ભાવ ઓછા મળતા નારાજગી

જુનાગઢ અને વંથલી માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષ કરતા આ વર્ષે સીતાફળના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેને લઈને ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

સીતાફળના ભાવમાં ઘટાડો
સીતાફળના ભાવમાં ઘટાડો (ETV Bharat Gujarat)

જુનાગઢ: જુનાગઢના વંથલી અને બીલખા નજીકના વિસ્તારમાં સીતાફળની ખેતી પારંપરિક રીતે થઈ રહી છે, પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે સીતાફળનો પાક સારો જોવા મળે છે, પરંતુ ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે બજાર ભાવોમાં ઘટાડો નોંધાતા સીતાફળની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

સીતાફળની આવકમાં વધારો પરંતુ બજાર ભાવોમાં ઘટાડો:જુનાગઢ જિલ્લાના વંથલી અને બીલખા પંથકમાં પારંપરિક રીતે સીતાફળની ખેતી થઈ રહી છે. આ વિસ્તારમાં થતું સીતાફળ સ્વાદ અને ગુણવત્તાની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે વધુ વરસાદ પડવાને કારણે સીતાફળોની ગુણવત્તા અને તેના પાકમાં વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ બજાર ભાવોમાં ગત વર્ષોની સરખામણીએ પ્રતિ એક કિલોએ 15 થી 20 રૂપિયા ખેડૂતોને ઓછા મળી રહ્યા છે. જેને કારણે સીતાફળની ખેતી કરતા ખેડૂતોમાં બજાર ભાવોને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે.

સીતાફળના ભાવ ઓછા મળતાં ખેડૂતોમાં નારાજગી (ETV Bharat Gujarat)

જુનાગઢ અને વંથલીમાં સીતાફળની આવક:જુનાગઢ અને વંથલી માર્કેટિંગ યાર્ડમાં દરરોજ સીતાફળની આવક થઈ રહી છે, તો કેટલાક ખેડૂતો પોતાની રીતે જાહેર માર્ગો પર ખેતરના શેઢા પર સીતાફળનું વેચાણ કરતા પણ જોવા મળે છે. જુનાગઢ અને વંથલી યાર્ડમાં પ્રતિ દિવસે 60 થી 70 ક્વિન્ટલ સીતાફળની આવક થઈ રહી છે. જેમ જેમ દિવાળી નજીક આવતી જાય છે તેમ તેમ આવકમાં ચોક્કસપણે વધારો થતો જોવા મળશે.

સીતાફળના વેપારી (ETV Bharat Gujarat)

ખેડૂતોમાં સીતાફળના ભાવ અંગે અ સંતોષ: સામાન્ય રીતે સીતાફળની સીઝન નવરાત્રીથી લઈને દેવ દિવાળી સુધી હોય છે. ત્યારબાદ સીઝન પૂર્ણ થતી હોય છે, પરંતુ હાલ પ્રતિ એક કિલો ગુણવત્તા યુક્ત સીતાફળના 60 રૂપિયા અને મધ્યમ તેમજ સરેરાશ સીતાફળના 30 થી 40 રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે. જેમાં ગત વર્ષ કરતા 15 થી 20 રૂપિયાનો ઘટાડો જોવા મળે છે. જેને કારણે ખેડૂતો બજાર ભાવની દ્રષ્ટિએ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.

સીતાફળના ભાવમાં ઘટાડો (ETV Bharat Gujarat)

અહીંથી એક્સપોર્ટ થાય તો ખેડૂતો બને સધ્ધર:પાછલા ઘણા વર્ષોથી વંથલી પંથકમાં પારંપરિત સીતાફળની ખેતી કરતા ખેડૂત બ્રિજેશ મકવાણાએ બજાર ભાવોને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો. તો સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે,'સીતાફળ જુનાગઢ, વંથલી અને બીલખા પંથકમાં ખૂબ સારા થાય છે. પરંતુ અહીં સીતાફળની ખરીદી અને એક્સપોર્ટને લઈને હજુ સુધી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા થઈ નથી. જો મોટા ઔદ્યોગિક એકમો કે સરકાર દ્વારા સીતાફળની ખરીદી કરીને તેને અહીંથી એક્સપોર્ટ કરવામાં આવે અથવા તો સીતાફળમાંથી બનતી અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓ તરફ અહીંના સીતાફળને વાળવામાં આવે તો તેનો સીધો ફાયદો સીતાફળની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને ચોક્કસપણે થઈ શકે છે.'

સીતાફળની આવકમાં ધૂમ વધારો (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. 'વન વિભાગના અધિકારીઓ સરકારને ગેરમાર્ગે દોરે છે' ઇકોઝોનના વિરોધ વચ્ચે હર્ષદ રીબડીયાનું ચોકાવનારું નિવેદન
  2. દિવાળીનો તહેવાર નજીક આવતા મગફળીની ખરીદી વહેલી કરવા ખેડૂતોની માંગ

ABOUT THE AUTHOR

...view details