જામનગર: જિલ્લામાં ક્રાઈમ બ્રાંચ દ્વારા એક ધાડપાડુ લુંટારૂ ગેંગ ઝડપી લેવામાં આવી છે. LCBના PI વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ ઝડપાઈ ગયેલી આ ગેંગ દ્વારા તથા ગેંગના સાગરિતો દ્વારા રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 48 ગુનાઓ આચરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ધાડપાડુ ગુનાઓ આચરતી વખતે પોતાની પાસે જિવલેણ હથિયારો પણ રાખતા હતા.
1,56,290નો મુદ્દામાલ કબજે: જામનગર LCB પોલીસે કાલાવડ નજીકથી ધાડપાડુ લુંટારૂ ગેંગના 5 શખ્સોને ઝડપી લીધા. આ શખ્સો પાસેથી કુલ રૂપિયા 1,15,500 રોકડા, એક મોટરસાયકલ, 3 મોબાઇલ અને ગુનાઓ માટેના સાધનો તથા હથિયારો મળી કુલ રૂપિયા 1,56,290નો મુદ્દામાલ કબજે લીધો છે. આરોપીઓ મૂળ દાહોદ જિલ્લાના કમલેશ બદીયા પલાસ, અજય ધીરુ પલાસ, ગોરધન ધીરૂ પલાસ, પંકેશ મથુર પલાસ અને રંગીત બાદર નીનામા છે. આ શખ્સો કાલાવડ-રણુંજા માર્ગ પરથી ઝડપાઈ હોવાની માહિતી મળી છે.
જામનગર કાલાવડમાંથી ધાડપાડુ ગેંગ ઝડપાઈ (Etv Bharat Gujarat) જામનગરમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા એક ધાડપાડુ લુંટારૂ ગેંગ ઝડપી લેવામાં આવી છે (Etv Bharat Gujarat) મોડી રાત્રીએ અવાવરૂ જગ્યા એ રોડ ઉપર લૂંટ:તમને જણાવી દઈએ કે, આ શખ્સોએ દેવભૂમિ દ્વારકા અને રાજકોટ જિલ્લામાં પણ ગુનાઓ આચરેલા છે. આરોપીઓ મોડી રાત્રી દરમિયાન બંધ રહેણાક મકાન તથા કારખાના-ફેકટરીને ટારગેટ કરી, લોખંડ, કોસ, ગણેશીયા, ડીસમીસ, કટર વડે તાળા-બારી તોડી રહેણાક મકાન તથા કારખાના-ફેકટરીમા પ્રવેશી ચોરીઓને અંજામ આપતા હતા. તેમજ મોડી રાત્રી દરમિયાન અવાવરૂ જગ્યા એ રોડ ઉપર લૂંટ ચલાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો:
- આજે ચૂંટણી પંચ કરી શકે છે અગત્યની જાહેરાત, જૂનાગઢમાં એક વર્ષથી ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી થવાની શક્યતા નહિવત
- ભાવનગર: ખાનગી સોસાયટીઓની સફાઈ કરવા માટે નાણાં આપવાનો ઠરાવ પસાર , જાણો આ અંગે સફાઈ કામદાર સંઘે શું કહ્યું