જામનગર: જિલ્લાની પ્રખ્યાત બાંધણીનું દેશ-વિદેશમાં ખૂબ વેચાણ થઈ રહ્યું છે. તેની પાછળનું મેનેજમેન્ટ એવું છે કે, વર્ષોથી જે સાડીઓ બાંધણીઓની બનાવવામાં આવતી હતી. તે સાડીઓ તો બની જ રહી છે. સાથે સાથે હવે અવનવી અને ડિઝાઇનમાં ડ્રેસ, દુપટ્ટા, કુર્તા પણ બાંધણીમાં બનાવવામાં આવી રહ્યા છે.
નીતા અંબાણીએ બાંધણી ખરીદી: જામનગરના પ્રખ્યાત મહાવીર બાંધણીનાં શો રૂમમાં મોટી મોટી સેલિબ્રિટી પણ બાંધણીની ખરીદી કરવા માટે આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે, જામનગરની બાંધણી ઉદ્યોગ સાથે 3 લાખથી વધુ મહિલાઓ સંકળાયેલી છે. આ મહિલાઓ ઘરે બાંધણીનું ભરતકામ કરતી હોય છે. તાજેતરમાં જ રિલાયન્સના અનંત અંબાણીના લગ્નમાં લાલપુર ખાતેથી નિતા અંબાણીએ બાંધણીની ખરીદી કરી હતી.
જામનગરની બાંધણી અવનવી ડિઝાઈન અને નવા રુપ રંગમાં મળશે (ETV BHARAT GUJARAT) કુશળતા માંગતી કલા પ્રક્રિયા: બંધાણીની કલા એક ખૂબ કુશળતા માંગતી કલા પ્રક્રિયા છે. સૌપ્રથમ એક ડિઝાઈન તૈયાર કરવામાં આવે છે, ત્યાર બાદ એ ડિઝાઇન પર સ્ટેન્સિલ રાખીને તેમાં કાણા કરવામાં આવે છે, ત્યાર બાદ કાપડ પર સ્ટેન્સિલ રાખીને રંગનો પોતું ફેરવવામાં આવે છે. ત્યાર બાદ તેની તકનિકમાં કાપડને ઘણા સ્થળે દોરા વડે સજ્જડ બાંધી સજ્જડ રીતે રંગમાં ઝબોળવામાં આવે છે. તેમાં ચંદ્રકલા, બાવન બાગ, શિકારી વિગેરે જેવી ભાત પ્રચલિત છે. નક્કી કરેલી ભાત અનુસાર દોરા વડે કાપડ બાંધીને તેમાં કામ કરવામાં આવે છે. આ પ્રકારના કાપડમાં મૂળ રીતે વપરાતા રંગો પીળો, લાલ, વાદળી, લીલો અને કાળો છે.
બાંધણીની દેશ વિદેશમાં માંગ:દેશના મોટા શહેરો અને વિદેશમાં બાંધણીની માંગ હૈદરાબાદ, દિલ્હી, મુંબઇ, બેંગલોર અને ચેન્નાઇ જેવાં શહેરોમાં તદુપરાંત વિદેશમાં પણ આ બાંધણીની સાડીની માંગ રહેતી હોય છે. ગ્રાહકો આ સાડીઓથી મોહીને લાખેણી કિંમત ચૂકવવા મજબૂર થઇ જાય છે.
આ પણ વાંચો:
- "લાખ રૂપિયાનો ઘાઘરો": અહીં મળશે ડિઝાઇનરથી લઈને બ્રાઈડલ ચણિયાચોળી, એ પણ તમારા બજેટમાં...
- સિલ્ક-વર્કવાળી સાડી જોઈએ કે ચણિયાચોળી, એક જ સ્થળ : અમદાવાદનું વર્લ્ડ ફેમસ રતનપોળ બજાર