અમદાવાદ :જો તમે હાલના દિવસોમાં ટ્રેન દ્વારા સફર કરવાના છો તો પહેલા આ લેખ ખાસ જોઈ લો. કારણ કે, અમદાવાદ ડિવિઝનના વટવા-ગેરતપુર સેક્શનમાં બ્રિજ નંબર 711 કિમી 483/25-31 પર એન્જિનિયરિંગના કામ માટે પ્રસ્તાવિત બ્લોક છે. જેના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે.
અમદાવાદ ડિવિઝનના વટવા-ગેરતપુર સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે પ્રસ્તાવિત બ્લોક છે. જેના કારણે અસરગ્રસ્ત થયેલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
શોર્ટ ટર્મિનેટેડ ટ્રેન :18 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ નડિયાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન નડિયાદ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.
સંપૂર્ણપણે રદ થયેલી ટ્રેન :
- 18 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 09273/09312 વડોદરા-અમદાવાદ-વડોદરા મેમૂ રદ રહેશે.
- 20 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
- 20 નવેમ્બરના રોજ ટ્રેન નંબર 19036/19035 અમદાવાદ-વડોદરા-અમદાવાદ મેમૂ રદ રહેશે.
અહીં જુઓ સંપૂર્ણ માહિતી :આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
- રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેન હવે અઠવાડિયામાં બે દિવસ દોડશે
- અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે પુલ તૈયાર, જાણો શું છે ખાસિયત