જુનાગઢ: જૂનાગઢમાં પોલીસ અને કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં વહેલી સવાર સુધી ચાલેલા ડિમોલિશન ઓપરેશનમાં ગેરકાયદે રીતે ઉભા કરવામાં આવેલા કેટલાક ધાર્મિક અને અન્ય અડચણરૂપ બાંધકામોને ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે દૂર કરવામાં આવ્યા છે.
Junagadh: જૂનાગઢમાં પોલીસ અને કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડિમોલિશનની કામગીરી
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈ રાત્રિના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરાયા હતા. વહેલી સવાર સુધી ચાલેલી આ કામગીરીમાં તમામ ધર્મના સ્થાનકો જે ગેરકાયદેસર હતા તેને પણ દૂર કરાયા છે.
Published : Mar 10, 2024, 10:23 AM IST
જૂન મહિનામાં નોટિસ અપાઈ હતી:મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં જે સરકારી જમીન પર દબાણો હતા. તેની મહેસુલી વિભાગમાં સંપૂર્ણ ખરાઈ અને ચકાસણી કર્યા બાદ આ સ્થળ પર કોઈ પણ પ્રકારનુ ધાર્મિક કે અન્ય બાંધકામ અસ્તિત્વમાં ન હતું પરંતુ સ્થળ પર બાંધકામ જોવા મળતું હતું. જેને લઇને પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂન મહિનામાં નોટિસ આપવામાં આવી હતી. ત્યારે બાંધકામો દૂર કરવાને લઈને ટકરાવ અને પોલીસ કાર્યવાહી પણ થઈ હતી. તે સમયે દબાણ દૂર કરવાની કામગીરી બિલકુલ અટકી જવા પામી હતી. પરંતુ આજે વહેલી સવાર સુધી ચાલેલી આ કામગીરીમાં કોર્પોરેશનને જે બાંધકામોને નોટિસ આપી હતી તેને દૂર કરવામાં આવ્યા છે.
કોર્પોરેશનની કામગીરી: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મજેવડી દરવાજા રેલ્વે સ્ટેશન વિસ્તાર અને જલારામ સોસાયટી વિસ્તારમાં સરકારી જમીન ઉપર કેટલાક ધાર્મિક બાંધકામો હતા જે તમામ ધર્મના જોવા મળે છે તેને આજે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓની હાજરીની વચ્ચે સંપૂર્ણ પણે દૂર કરી દેવામાં આવ્યા છે. અગાઉ જૂન મહિનામાં ધાર્મિક સ્થળો દૂર કરવાની લઈને પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ પણ થવા પામ્યું હતું. જેને લઈને મામલો ખૂબ જ ઉગ્ર બન્યો હતો. સમગ્ર મામલામાં રાજ્યની અદાલતમાં કેસ પણ ચાલી રહ્યો છે તેની વચ્ચે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનને જે દબાણ હતા તે બિલકુલ ગેરકાયદેસર છે અને તેની રેકોર્ડ નોંધણી રાજ્યના મહેસુલ વિભાગ કે કોર્પોરેશન માં ક્યાંય નથી આવા તમામ ધાર્મિક સ્થાનોને પણ આજે વહેલી સવાર સુધી ચાલેલી કાર્યવાહીમાં દૂર કર્યા છે.