ગુજરાત

gujarat

ETV Bharat / state

નોકરી નથી કરવી, કરીશું પોતાની કમાણીઃ તાપીના શિક્ષિત ખેડૂતે કેવી રીતે કરી આવક, જુઓ - SEEDLESS LEMON FARMING

તાપી જિલ્લાના આદિવાસી હાઈ એજ્યુકેટેડ યુવકે સિડલેસ લેમનની ખેતી કરી વર્ષે સારી આવક મેળવી રહ્યો છે. Business Idea

તાપીના શિક્ષિત ખેડૂતે કરી સફળ ખેતી
તાપીના શિક્ષિત ખેડૂતે કરી સફળ ખેતી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 16, 2025, 9:07 PM IST

તાપીઃતાપી જિલ્લાના એક આદિવાસી સમાજના હાઈ એજ્યુકેટેડ યુવા ખેડૂતે વડોદરામાં બી.ઇ. કોમ્પ્યુટરનો ઉચ્ચ અભ્યાસ મેળવ્યા બાદ નોકરી કરવાનું પસંદ ન કરી પોતાના વતન માં ખેતી કરવાનું પસંદ કર્યું અને "વેલ્થ તો મળે પણ હેલ્થ ન મળે" એવી ભાવના સાથે પ્રાકૃતિક રીતે સિડલેસ લેમનનો પાક માત્ર એક એકર જમીનમાં કરી આજે વર્ષે સારીએવી આવક મહિને મેળવી રહ્યા છે.

તાપીના શિક્ષિત ખેડૂતે કેવી રીતે કરી આવક (Etv Bharat Gujarat)

બારે માસ પાક લો અને કરો કમાણી

સિડલેસ લેમન બારેમાસ પકતો પાક છે. યુવા ખેડૂતે પોતાની નાની જમીનમાં લેમન સાથે આંતર પાક તરીકે શાકભાજી, કઠોળનું પણ ઉત્પાદન મેળવી વધારાની આવક મેળવે છે. સાથે સિડલેસ લેમનને મુંબઈ સહિત રિટેલ બજારમાં વેચવાની સાથે તેમાંથી અથાણું પણ બનાવે છે. યુવા ખેડૂતે અન્ય પાંચ જેટલા વ્યક્તિઓને પણ રોજગારી પુરી પાડી જિલ્લામાં સિડલેસ લેમન ઉઘવતો પહેલો સફળ ખેડૂત બન્યો છે. હવે આ કાળા માથાના માનવીએ વધુ એક ડગલું આગળ વધીને લેમન પાવડર બનાવાની તજવીજ હાથ ધરી મૂલ્ય વર્ધિત આવક મેળવી નાની જમીમાં કઈ રીતે પોતાની સૂઝબૂઝથી ખેતી કરી વધુ આવક મેળવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તાપીના શિક્ષિત ખેડૂતે કરી સફળ ખેતી (Etv Bharat Gujarat)

આ સિડલેસ લેમન મુખ્યત્વે મહેસાણા, આણંદ, ગાંધીનગર અમદાવાદ, જેવા જિલ્લાઓમાં મુખ્યત્વે કરવામાં આવે છે પરંતું આ યુવા ખેડૂત સિડલેસ લેમનદ્વારા લીંબુનું અથાણું અને સિડલેસ લેમનમાં બિયા ન હોવાથી અને તેની સાઈઝ મોટી હોવાથી તેના છોતરાં જાડા હોય છે. નાનકડા ખેતરમાં અન્ય બાગાયતી પાકો જેમકે કેળા, આંબો, લીલી અડદ, સરગવો જેવા પાકો ને પ્રાકૃતિક રીતે ખેતી કરી સારી આવક મેળવી રહ્યો છે.

બારે માસ પાક લો અને કરો કમાણી (Etv Bharat Gujarat)

યુવા ખેડૂત પ્રતિક ચૌધરીએ જણાવ્યું હતું કે, હું અહીં સિડલેસ લેમનની ખેતી કરું છું અને મેં આ લીંબુ એટલા માટે પસંદ કર્યા છે કે આના થકી બારેમાસ આવક મળતી રહે છે અને એનું જો મૂલ્યવર્ધન કરવામાં આવે તો હજુ વધારે આવક મળી શકે છે. હાલમાં તો હું અત્યારે મુંબઈ જેવી મેટ્રો સિટીમાં આ લીંબુ પહોંચાડું છું અને તે સિવાય લોકલ માર્કેટમાં પણ પહોંચાડું છું. જેના થકી મને વાર્ષિક ત્રણથી ચાર લાખની આવક થઈ જાય છે અને હું આનું હજુ મૂલ્યવર્ધન વિચારું તો હું લીંબુનો પાવડર બનાવવાનો છું. એ પાવડર આપણે એક્સપોર્ટ કરીએ અથવા તો અહીં પણ લોકલમાં પણ ફાર્મા ક્ષેત્રે, બેક્રિસ વગેરેમાં આ બધાનો ઉપયોગ થતો હોય છે તો એનું જો તમે સેલિંગ કરો તો ઘણી સારી આવક મેળવી શકો છો.

લીંબુનો પાક (Etv Bharat Gujarat)
  1. VIDEO: 'રૂપિયાથી મહોબ્બત છે, અમને મામુ બનાવે છે', અધિકારી પર નોટોનો વરસાદ કરીને લોકોએ ઉધડો લીધો
  2. "પરિવાર તેને ભેટીને રડી પડ્યો": અમદાવાદ પોલીસે કર્યું કાંઈક એવું કે દિલ જીતી લીધા

ABOUT THE AUTHOR

...view details