ગુજરાત

gujarat

ETV Bharat / state

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સાબરકાંઠામાં સાબરદાણ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું, આ પ્લાન્ટથી પશુપાલકોને શું લાભ થશે? - AMIT SHAH GUJARAT VISIT

બે વર્ષ પહેલા સ્થાનિક બોર્ડ દ્વારા 800 મેટ્રિક ટન પ્રતિ દિવસ સાબરદાણ બનાવવાના પ્લાન્ટની શરૂઆત કરાઈ હતી.

સાબરકાંઠામાં અમિત શાહને સાબરદાણ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
સાબરકાંઠામાં અમિત શાહને સાબરદાણ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2024, 10:41 PM IST

સાબરકાંઠા:સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લાની જીવાદોની સમાન સાબર ડેરી દ્વારા 800 મેટ્રિક ટન પ્રતિ દિવસ સાબરદાણ બનાવનારો પ્લાન્ટ ભારતના ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે આજે ખુલ્લો મુકાયો હતો. આ તબક્કે સાબર ડેરીના ચેરમેન, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સહિત ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી, કૃષિ મંત્રી સહિતના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. તેમજ આ તબક્કે મહિલા સભાસદોની વિશેષ હાજરી રહી હતી.

પશુપાલકોની વધતી જતી સંખ્યા તેમજ વધતા જતા દૂધના પ્રમાણના પગલે પશુપાલકો માટે પશુદાણ મેળવવું સમસ્યા સ્વરૂપ બનતું હતું. જેના પગલે બે વર્ષ પહેલા સ્થાનિક બોર્ડ દ્વારા 800 મેટ્રિક ટન પ્રતિ દિવસ સાબરદાણ બનાવવાના પ્લાન્ટની શરૂઆત કરાઈ હતી. જે અંતર્ગત આજે ભારતના ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે 800 મેટ્રિક ટન બનાવનારા પ્લાન્ટની શરૂઆત થઈ છે. હવેથી સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખથી વધારે પશુપાલકો માટે સાબરદાણ મેળવવું સરળ બનશે. સાથો સાથ વધતી જતી માંગને પહોંચી વળવા માટે આજે શરૂ કરાયેલો પ્લાન્ટ પશુદાણ સરળતાથી આપી શકશે.

બે વર્ષ પહેલા સાબરદાણ પ્લાન્ટની શરૂઆત કરાઈ હતી (ETV Bharat Gujarat)

ગૃહમંત્રી દ્વારા શરૂ થયેલા પ્લાન્ટ અંતર્ગત વાત કરતા તેમને જણાવ્યું હતું કે, આગામી સમયમાં ઓર્ગેનિક ખેતપેદાશ તેમજ દૂધ ઉત્પાદનનું પણ ખૂબ મોટું માર્કેટ બનવાનું છે. સાથોસાથ ઓર્ગેનિક ખેતી માટે તમામ મહિલા પશુપાલકો આગળ આવે તે સમયની માંગ છે. હાલના તબક્કે સાબરકાંઠા નહીં ગુજરાત નહીં પરંતુ અમુલ વૈશ્વિક બ્રાન્ડ બની ચૂકી છે. જેના પગલે આગામી સમયમાં પશુપાલકોનો ઉજ્વળ સમય છે તે નક્કી છે.

જોકે આ તબક્કે વિશેષ સન્માન પામેલા મહિલાઓએ આજના દિવસને ગૌરવ સ્વરૂપ ગણાવ્યો હતો અરવલ્લી જિલ્લાના રણેચી ગામની દોઢ કરોડથી વધુ દૂધ ભરાવનાર મહિલાના સન્માન પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ભારતના ગૃહમંત્રી દ્વારા તેમનું સન્માન થવું તે વિશેષ વાત છે. સાથોસાથ અમારું સન્માન એ પશુપાલકોનું સન્માન થવા બરોબર છે. જોકે આજે ભારતના ગૃહમંત્રીએ જ્યારે અમારું સન્માન કર્યું છે તે આગામી સમય માટે પશુપાલકો માટે પણ મહત્વનું છે.

સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખથી વધારે પશુપાલકો માટે અત્યાર સુધીમાં હાજીપુર ખાતે આવેલા આ પ્લાન્ટમાં અલગ અલગ બે પ્લાન્ટ શરૂ હતા. જે અંતર્ગત 1200 મેટ્રિક ટન પ્રતિ દિવસથી વધુનું સાબરદાણ બનાવી શકાતું હતું. જોકે દિન પ્રતિદિન વધતી જતી પશુપાલકોની માંગને પહોંચી વળવા માટે આજથી 800 મેટ્રિક ટનના પ્લાન્ટનું ગૃહ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાઈ છે. ત્યારે હવેથી સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના તમામ પશુપાલકોની માંગને સરળતાથી પહોંચી શકાશે.

આ પણ વાંચો:

  1. હવે NA માટે માત્ર 10 ટકા પ્રીમિયમ ચૂકવવાનું રહેશે, CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો...
  2. સફેદ મૂસળીની સફળ ખેતી, એક કિલોનો ભાવ 2000 રૂપિયા મળતા ખેડૂતો રાજીના રેડ

ABOUT THE AUTHOR

...view details