ગાંધીનગર:રાજ્યના ઉત્તર ગુજરાતમાં ગઈકાલે મેઘ મહેર જોવા મળી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જે મુજબ મહેસાણા તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ મહેસાણાના વિસનગર અને સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મહેસાણાના વિજાપુર અને જોટાણા, ભરૂચના હાંસોટ, મહીસાગરના લુણાવાડા અને બનાસકાંઠાના વડગામ તાલુકામાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે.
24 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ:ઉપરાંત સાબરકાંઠાના તલોદ અને હિંમતનગર, ગાંધીનગરના માણસા, અરવલ્લીના મોડાસા અને મેઘરજ, વલસાડના કપરાડા તેમજ વડોદરા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
રાજ્યના કુલ 213 તાલુકામાં ગત 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જાણો કયા કેટલો.
- 6 તાલુકામાં 3 ઈંચ વરસાદ
- 25 તાલુકામાં 2 ઇંચ વરસાદ
- 78 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ
રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ (Etv Bharat Gujarat)
રાજ્યમાં કુલ સરેરાશ 59 ટકાથી વધુ વરસાદ: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 30મી જુલાઇ, 2024ના રોજ સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 59 ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 79 ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 74 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 69 ટકાથી વધુ, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 41 ટકાથી વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 38 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
- રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, અમદાવાદ-ગાંધીનગરમાં આજે ભારે વરસાદ - gujarat weather update
- પોરબંદરમાં વરસાદી સમસ્યાઓ વચ્ચે યોજાશે પાંચ દિવસ જન્માષ્ટમીનો મેળો - Organization of Janmashtami fair