ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત યુનિવર્સિટીની "મોટી સિદ્ધિ", 10 વર્ષ બાદ મળ્યો NAAC દ્વારા A+ ગ્રેડ - GU GETS A PLUS GRADE

ગુજરાત યુનિવર્સિટીમાં તા 28થી 30 જાન્યુઆરી દરમિયાન NAAC દ્વારા નિરીક્ષણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં NAACની ટીમે A+ ગ્રેડ ગુજરાત યુનિવર્સિટીને A+ ગ્રેડ આપ્યો.

ગુજરાત યુનિવર્સિટીને 10 વર્ષ બાદ NAAC તરફથી A+ ગ્રેડ મળ્યો
ગુજરાત યુનિવર્સિટીને 10 વર્ષ બાદ NAAC તરફથી A+ ગ્રેડ મળ્યો ((gujarat university official website))

By ETV Bharat Gujarati Team

Published : Feb 12, 2025, 9:38 AM IST

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં તા 28થી 30 જાન્યુઆરી દરમિયાન NAAC દ્વારા નિરીક્ષણ કામગીરી હાથ ધરવામાં આવી હતી, આ દરમિયાન NAAC ટીમના સભ્યોએ ગુજરાત યુનિવર્સિટી આવીને વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં ગુજરાત યુનિવર્સિટીને મોટી સફળતા સાંપડી છે. NAAC ટીમ દ્વારા ગુજરાત યુનિવર્સિટીને A+ ગ્રેડ આપવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટીને A+ ગ્રેડ મળ્યો: ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું કે, A+ ગ્રેડ મેળવવા માટે ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઘણી મહેનત કરી છે. A+ ગ્રેડ મળવાથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. ઝીરોથી અમે તૈયારીઓ શરુ કરી હતી.NAAC ટીમના સભ્યોએ અમારી પાસેથી 5 વર્ષની વિગતો માંગી હતી. જે માટે અમે બધા જ માપદંડોની શરુઆતથી જ તૈયારીઓ રાખી હતી. જે માપદંડોમાં આગળ વધ્યા છીએ. વર્ષ 2015માં ગુજરાત યુનિવર્સિટીને B ગ્રેડ મળ્યો હતો. પરંતુ આ વખતે યુનિવર્સિટીના અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓના સહયોગથી 10 વર્ષ બાદ A+ ગ્રેડ મળ્યો છે.

વિવિધ વિભાગોની મુલાકાત: ઉલ્લેખનીય છે કે, 2024માં ગુજરાત યુનિવર્સિટીએ NAAC માટે અરજી કરી હતી. જેમાં યુનિવર્સિટીના ડોક્યુમેન્ટ્સમાં રિસર્ચ, ઈનોવેશન, સ્ટાર્ટઅપ સહિતના વિવિધ દસ્તાવેજોના આધારે યુનિવર્સિટીને 70 માર્ક્સ આપવામાં આવ્યા હતા. બાકીના 30 માર્ક્સ નિરિક્ષણના હતા. જે માટે NAACની ટીમ 28થી 30 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાં નિરીક્ષણ માટે આવી હતી. NAAC ટીમ ગુજરાત યુનિવર્સિટીમાં 3 દિવસની મુલાકાત દરમિયાન વિવિધ વિભાગોની વ્યક્તિગત મુલાકાત લીધી હતી. તેમજ હોસ્ટેલ અને બિલ્ડીંગનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી.

આ પણ વાંચો:

  1. અમદાવાદમાં હવે નકલી ઘી પકડાયું! ડબ્બાના સ્ટીકર પર સ્પેલિંગમાં ભૂલ દેખાઈ ને શંકા ગઈ
  2. અમદાવાદનું "ડબગરવાડ બજાર" તમામ સંગીત વાદ્યોનું વન સ્ટોપ સેન્ટર, DJ આવતા ધંધા ભાંગ્યા

ABOUT THE AUTHOR

...view details