વાવ: 13 નવેમ્બરના રોજ યોજનારી બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને બંને પક્ષોએ છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતનું નામ જાહેર કર્યુ છે, જયારે ભાજપે ગુલાબસિંહની સામે સ્વરૂપજી ઠાકોરનું નામ જાહેર કર્યુ છે.
બંને ઉમેદવારોના નામની જાહેરાત થતાંની સાથે જ વાવ બેઠકની પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. તેની સાથે જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોત-પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરીને જીતનો દાવો કર્યો છે.
વાવ બેઠક પર ઠાકોર V/s રાજપૂત વચ્ચે ખેલાશે જંગ (Etv Bharat Gujarat) વાવ બેઠક પરથી ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડીને જીતતા વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે. હવે આ બેઠક પર આગામી 13 નવેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે. વાવ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે તે માટે તેને જાળવી રાખવી એ કોંગ્રેસ માટે શાખનો સવાલ છે. જયારે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ગુમાવ્યા બાદ ભાજપ માટે આ બેઠક જીતવી પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે. ભાજપે ફરી એક વખત સ્વરૂપજી ઠાકોર પર વિશ્વાસ મુક્યો છે અને ગુલાબસિંહ સામે મેદાનમાં ઉતાર્યા છે.
છેલ્લી ઘડીએ ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરતાની સાથે જ વાવ બેઠક પરનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, જોકે ભાજપ કોંગ્રેસની સાથે વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે અપક્ષના ઉમેદવારો પણ મેદાને ઉતર્યા છે. જેઓ આ વખતે ભાજપ અને કોંગ્રેસના મત વહેંચી શકે છે. બીજી તરફ જોવું એ રસપ્રદ રહેશે કે વાવની જનતા ભાજપના ઠાકોર અને કોંગ્રેસના રાજપૂત ઉમેદવારમાંથી કોના પર વિશ્વાસ મુકશે.
- વાવના મેદાનમાં ખિલશે કોંગ્રેસનું 'ગુલાબ' ? જાણો કોણ છે વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત
- વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી: આજે કોંગ્રેસ અને ભાજપ ઉમેદવારના નામ જાહેર કરી શકે છે, કાલે નોમિનેશનની છેલ્લી તારીખ