ગુજરાત

gujarat

ETV Bharat / state

વિધાનસભાની 5 પેટા ચૂંટણીમાં ભાજપનો ક્લીન સ્વીપ, અર્જુન મોઢવાડિયાનો 1.16 લાખ મતે વિજય - Gujarat Assembly By Election 2024

લોકસભા ચૂંટણી 2024ની સાથે ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો જીતી લીધી છે. તેથી કહી શકાય કે ભાજપે વિધાનસભાની 5 પેટા ચૂંટણીમાં ક્લીન સ્વીપ કર્યો છે. Gujarat Assembly By Election 2024 Porbandar Vijapur Manavadar Khambhat Vaghodiaya

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 5, 2024, 3:46 PM IST

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી 2024ની સાથે ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો જીતી લીધી છે. આમ, ભાજપે વિધાનસભાની 5 પેટા ચૂંટણીમાં ક્લીન સ્વીપ કર્યો છે. જેમાં પોરબંદરમાંથી અર્જુન મોઢવાડિયા, વિજાપુરમાંથી સી.જે.ચાવડા, માણાવદરમાંથી અરવિંદ લાડાણી, ખંભાતમાંથી ચિરાગ પટેલ અને વાઘોડિયામાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી જીત્યા છે.

વાઘોડિયા વિધાનસભા બેઠકઃ વડોદરા જિલ્લાની વાઘોડિયા સીટ પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષ તરીકે ચૂંટણી જીતી હતી, પછી રાજીનામું આપી દીધું હતું અને હવે ભાજપમાંથી ચૂંટણી જીત્યા છે. ધર્મેન્દ્રસિંહ ને 1,27,446 મત મળ્યા છે કોંગ્રેસના કનુ ગોહિલને 45,338 મત મળ્યા છે. ધર્મેન્દ્રસિંહ નો 82,18 મતે ભવ્ય વિજય થયો છે.

વિજાપુર વિધાનસભા બેઠકઃ વિજાપુરથી સીજે ચાવડાએ કોંગ્રેસના દિનેશ પટેલને 56,228 મતથી હરાવ્યા છે. સીજે ચાવડાને 1, 06,041 મત મળ્યા છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી દિનેશ પટેલને માત્ર 44,413 મત મળ્યા છે.

પોરબંદર વિધાનસભા બેઠકઃ પોરબંદરથી અર્જુન મોઢવાડિયાએ 1,16,808 મતેથી વિજય મેળવ્યો છે. અર્જુનભાઈને 1,33,163 અને રાજુ ઓડેદરાને માત્ર 16,355 મતથી સંતોષ માનવો પડ્યો છે.

માણાવદર વિધાનસભા બેઠકઃ માણાવદરથી ભાજપના અરવિંદ લાડાણીને 82,017 અને કોંગ્રેસના હરિભાઈ કણસાગરા ને 51001 મત મળતા અરવિંદભાઈનો 31,017 મતે વિજય થયો છે.

ખંભાત વિધાનસભા બેઠકઃ ખંભાતથી ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 88,457 મત મળ્યા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી મહેન્દ્રસિંહ પરમારને માત્ર 50129 મત મળ્યા છે. ચિરાગનો 38,228 મતથી વિજય થયો છે.

2024 વર્ષની ચૂંટણીઓઃ ગુજરાતમાં 25 લોકસભા બેઠકો તેમજ ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. ભાજપે તમામ 5 વિધાનસભા બેઠકો જીતી લીધી છે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા હવે 156થી વધીને 161 થઈ ગઈ છે.

2022ની વિધાનસભા ચૂંટણીઃ વર્ષ 2022માં 182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે ચૂંટણી યોજાઈ હતી. ત્યારે ભાજપે 156 બેઠકો જીતીને રેકોર્ડ જીત નોંધાવી હતી. તે સમયે કોંગ્રેસ પાસે 17, આમ આદમી પાર્ટી પાસે 5, વિપક્ષ પાસે 3 અને સપા પાસે 1 સીટ હતી. વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ છ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. આ તમામ ભાજપમાં જોડાયા હતા. આ છ બેઠકોમાંથી વિસાવદર વિધાનસભા બેઠક સિવાયની બાકીની પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. ભાજપે તમામ બેઠકો જીતી લીધી છે. જે પછી, 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં હવે ભાજપના 161, કોંગ્રેસના 13, આમ આદમી પાર્ટીના 4, AAPના 2 અને સપાના 1 ધારાસભ્યો છે. આગામી સમયમાં વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભામાં ચૂંટાયા હોવાથી વાવ સીટની પેટા ચૂંટણી યોજાશે.

  1. જનાદેશ 2024 : રાજકોટ લોકસભા બેઠક પર વિવાદ વચ્ચે કમળ ખીલ્યું, પરસોત્તમ રૂપાલાએ બાજી મારી
  2. જનાદેશ 2024 : નવસારી લોકસભા બેઠક "ભાજપરાજ" યથાવત, સીઆર પાટીલે અધધ લીડ મેળવી

ABOUT THE AUTHOR

...view details