ગાંધીનગર : આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરુ થયું છે. રાજ્યપાલ દેવવ્રત આચાર્યના સંબોધનથી બજેટ સત્ર 2025 નો આરંભ થયો છે. આ સંબોધન દરમિયાન આચાર્ય દેવવ્રતે ગુજરાતના વિકાસના વિવિધ પાસાઓ જણાવ્યા હતા.
"ગુજરાત શબ્દ સાંભળતા દ્રષ્ટિ સામે વિકાસનો નકશો ઉપસે છે" : રાજ્યપાલ
વિધાનસભા ગૃહને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના વિકાસની અનેક સિદ્ધિઓને ગૃહ સમક્ષ વર્ણવી હતી. દેવવ્રત આચાર્યએ સંબોધનના આરંભે સરદાર પટેલને યાદ કર્યા અને ગુજરાતની નિરંતર વિકાસ પ્રક્રિયાને ગૃહ સમક્ષ રજૂ કરી હતી. તેઓએ કહ્યું, ગુજરાતના અઢી દસકાનો વિકાસ ઇતિહાસમાં સુવર્ણ કાળ બની રહ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય, શિક્ષણ, રસ્તાનો નોંધપાત્ર વિકાસ થયો છે.
દેશનું સંવિધાન માત્ર એક પુસ્તક જ બની ન રહે, પણ તેની સર્વ વિકાસ-સર્વ કલ્યાણની ભાવના દેશના લોકોની જીવનશૈલી બની રહે એ જરૂરી છે. જેને લઈ દેશભરમાં કેન્દ્રીય સરકારે હમારા સંવિધાન, હમારા અભિમાન અભિયાન અમલી કર્યું હતું. રાજ્યના સરદાર પટેલ, ક. મા મુન્શી અને હંસા મહેતાનું દેશ અને રાજ્ય માટે મહત્વનું યોગદાન રહ્યું છે. આપણા સરદાર પટેલ દેશ માટે અસરદાર નેતા રહ્યા હતા.
"દેશમાં પોલીસી નિર્માણમાં ગુજરાત મોખરાનું રાજ્ય બન્યું છે" : રાજ્યપાલ
ગુજરાત અવિરત વિકાસ માટે સતત નીતિ નિર્ધારણ કરતું રાજ્ય બન્યું છે. ગુજરાત જળ ટેકનિકલ ક્ષમતા સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ થકી અગ્રેસર છે. જેના કારણે હાલ રાજ્યમાં ધોલેરા સર ખાતે વિશ્વ સ્તરનું પ્રોડક્શન સેન્ટર બનશે. ગુજરાતે 12 નીતિ ઘડી અને તેના અમલ થકી વિકાસ પ્રક્રિયામાં અગ્રેસર રાજ્ય બન્યું છે. રાજ્ય હાલ સોલાર ક્ષેત્ર, પ્રાકૃતિક ખેતી અને સેમી કંડકટર બાબતે દેશભરમાં અગ્રેસર છે. ગુજરાત વિકસિત ભારત, વિકસિત ગુજરાત થકી 2047 માં દેશ અને રાજ્યને વિકાસ થકી અગ્રેસર છે.
ગુજરાત વિકાસ અને મોડેલ સ્ટેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેઠળની સરકારે દેશમાં બિરસા મુંડાના યોગદાનના સન્માનમાં 2021 થી જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવણીનો આરંભ કર્યો છે. સાથે અટલ બિહારી વાજપેયીના સન્માનમાં 25 ડિસેમ્બર સુશાસન દિવસ તરીકે ઉજવાય છે. રાજ્ય હાલ ગ્રીન હાઈડ્રોજનના નિર્માણ અને સોલાર એનર્જી માટે દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. કચ્છનું સ્મૃતિ વન ભૂકંપ મ્યુઝિયમ વિશ્લમાં સાતમા ક્રમનું બ્યુટીફુલ મ્યુઝિયમ છે. સાથે વડનગરની પુરાતત્વીક વિશેષતાને વણી લેતું મ્યુઝિયમ અગત્યનું બની રહ્યું છે.
- દલિત સાહિત્યકાર ડો. નાથાલાલ ગોહિલને પ્રતિષ્ઠિત "ભીમ રત્ન એવોર્ડ" એનાયત...
- આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે