બનાસકાંઠા: ભાભર તાલુકામાં અલગ અલગ સ્થાનો પર જુગાર રમાતો હતો. પોલીસને આ અંગેની વિગતો મળી ગઈ હતી. જેને લઈને પોલીસે તુરંત કાર્યવાહી કરતા કુલ 24 જેટલા જુગારીયાઓને રંગેહાથ પકડી પાડ્યા હતા.
પોલીસે જેમને ઝડપ્યા તેમાં ભાભર તાલુકાના વાવડી ગામની સીમમાં સવજીજી નવાજી ઠાકોરના ખેતરમાં બનાવેલા ખુલ્લા ઢાળિયામાં જુગાર રમતા ઈસમોને રોકડ રકમ 11,300 રોકડ રકમ, તેમજ ભાભર સુઈગામ હાઈવે રોડ માઇનોર કેનાલ પાસે ખુલ્લા બાવળોની જાળીમાં ગંજીપાના તથા પૈસા વડે હાર જીતનો જુગાર રમતા 11,120 નો મુદ્દા માલ, તેમજ ભાભર ટાઉનમાંથી તિન પત્તીનો હાર જીતનો જુગાર રમી રમાડતા ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય મળી કુલ 3,59,500 ના મુદ્દા માલ સાથે 12 નબીરા LCB પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે ત્રણ દિવસમાં ત્રણ જગ્યાએ અલગ અલગ રેડ દરમિયાન કુલ 24 નબીરા ઝડપાયા હતા. જ્યારે ત્રણ દિવસમાં ભાભર પોલીસ તેમજ એલસીબી રેડ દરમિયાન 6,12,6 સાથે ટોટલ 24 ઈસમો ઝડપાયા હતા.જ્યારે તેમના વિરુદ્ધ ભાભર પોલીસ મથકે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી..
ભાભર ટાઉન વિસ્તારમાંથી પકડાયેલા ઇસમો..
1, ભાવેશકુમાર ઉર્ફે પિન્ટુ હસમુખલાલ સોની
2, દશરથભા મેતુભા ડાભી
3, શ્રવણજી સુરાજી ઠાકોર
4, ભગાજી જવાનજી ઠાકોર
5, રમેશસિંહ ભાવસિંહ ડાભી 6,અશ્વિનભાઈ જયંતીભાઈ દરજી 7,પીરાજી સવસીજી ઠાકોર
8, સખરસિંહ કનકસિંહ વાઘેલા
9, બાબુભાઈ કરસનભાઈ પટેલ
10, નવીનભાઈ ગણેશભાઈ માળી
11, સંજુભા જેઠુભા વાઘેલા
12, સિધ્ધરાજસિંહ સામંતસિંહ રાઠોડ