ગુજરાત

gujarat

ETV Bharat / state

વિદેશમંત્રી એસ. જયશંકર આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી - S Jaishankar on Gujarat tour - S JAISHANKAR ON GUJARAT TOUR

ભારત સરકારના વિદેશમંત્રી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ સુરત, રાજકોટ અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

Etv BharatS JAISHANKAR ON GUJARAT TOUR
Etv BharatS JAISHANKAR ON GUJARAT TOUR

By ETV Bharat Gujarati Team

Published : Apr 1, 2024, 1:29 PM IST

સુરત:ભારત સરકારના વિદેશમંત્રી એસ. જયશંકર આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહયા છે. સુરત અને અમદાવાદમાં ઉદ્યોગકારો સાથે મીટીંગ કરશે, રાજકોટમાં બૌદ્ધિકો સાથે સંવાદ કરશે. આજે સુરત ખાતે તેઓ પત્રકારો સાથે ચાય પર ચર્ચા કરશે સાથે દિશા ફાઉન્ડેશન આયોજિત કાર્યક્રમમાં સુરત શહેરના યુવા બિઝનેસ લીડરો સાથે વાર્તાલાપ કરશે એટલું જ નહીં તેઓ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સુરતના વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો સાથે પણ મુલાકાત કરશે. આવતીકાલે તેઓ અમદાવાદમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે.

ભારત સરકારના કાર્યો અંગે ચર્ચા કરશે: કેન્દ્રીય વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકર સુરતની મુલાકાતે છે તેઓ લોકસભા ચૂંટણી પહેલા સુરતની મુલાકાતે આવ્યા છે ગુજરાત રાજ્યસભા સાંસદ તરીકે તેઓ અવારનવાર ગુજરાતની મુલાકાતે આવતા હોય છે પરંતુ લોકસભા ચૂંટણી પહેલા તેઓ સુરતની મુલાકાતે આવતા ભારત સરકારના કાર્યો અંગે ચોક્કસથી ચર્ચા કરશે. તેઓ સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો સાથે વાર્તાલાપ કરશે. કોર્પોરેટ સમિટ 2024 ભારત ઇકોનોમિક રાઈઝીંગ કાર્યક્રમમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેનાર વિદેશ પ્રધાન સુરતના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને ભારતમાં તથા વિશ્વના અનેકવિધ દેશોમાં રહેલી બિઝનેસની તકો અંગે માહિતીગાર કરવા જઈ રહ્યા છે. બપોરે તેઓ ચેમ્બરના કાર્યક્રમમાં હાજરી આપશે.

પ્રેસ વાર્તા સંબોધિત કરશે:આ સાથે વિદેશ પ્રધાન દિશા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ખાસ કાર્યક્રમમાં સુરત સાથે ગુજરાતના વિવિધ ઉદ્યોગ સાથે સંકળાયેલા યુવા ઉદ્યોગ સાહસિકો સાથે વાર્તાલાપ કરશે ચેમ્બર ઓફ કોમર્સના સરસાના કન્વેન્શન હોલ ખાતે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે આ સાથે સાંજે ચાર વાગે તેઓ સુરત શહેરના પત્રકારો સાથે અને એક મુદ્દા ઉપર પ્રેસ વાર્તા હાથ ધરશે અને ચાય પર ચર્ચા કરશે.

બૌદ્ધિકો સાથે સંવાદ કરશે:તારીખ 2 એપ્રિલને મંગળવારે રાજકોટ પ્રમુખસ્વામી હોલ ખાતે બૌદ્ધિકો સાથે સંવાદ કરશે. જે લોકોએ ભારતના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેવા વિશિષ્ટ વ્યક્તિઓ વિશે સંવાદ કરવામાં આવશે. બૌદ્ધિક સંવાદમાં તાજેતરમાં ભારતે કરેલા વિકાસ અંગે ચર્ચા કરવામાં આવશે. ભારતને 2047 માં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે બૌદ્ધિકો સાથે ચર્ચા કરાશે.

કયા વિષય પર આધારિત હશે આ કાર્યક્રમ:મંગળવારે સાંજે આશ્રમરોડ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ હોલમાં ગુજરાતના મહાજનો સાથે ચર્ચા કરશે. જીસીસીઆઈના પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે. ગુજરાતમાં થયેલા ઔદ્યોગિક વિકાસ અંગે ઉદ્યોગકારો સાથે મીટીંગ કરશે. જે તારીખ 2 એપ્રિલ, 2024 ના રોજ સાંજે 5:15 વાગ્યે GCCI કેમ્પસ, આશ્રમ રોડ, ખાતે રાખેલ છે. આ કાર્યક્રમ “આંતરરાષ્ટ્રીય નીતિ: વિકસિત ભારત માટે ઉત્પ્રેરક” ના તાકીદના વિષય પર આધારિત રહેશે.

  1. કોંગ્રેસ, ડીએમકેએ કચાથીવુ મુદ્દાને લઇ કોઈ જવાબદારી નિભાવી નથી, પીએમના ટ્વીટ બાદ એસ જયશંકરનું નિવેદન - Katchatheevu Issue

ABOUT THE AUTHOR

...view details