વડોદરાઃડભોઇ પંથકમાં ભાવિક ભકતો દ્રારા હોળી પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા અને નગરમાં ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા દહનની વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી હતી. પરંતુ ડભોઇ નગરમાં મહાલક્ષ્મી માતાનાં મંદિર પાસે અનોખી રીતે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડભોઇ નગરમાં સૌપ્રથમ વખત હોલિકા અને પ્રહલાદનું આબેહૂબ સ્ટેચ્યુ બનાવીને નેચરલ દ્રશ્યો સર્જીને હોળીકા દહન અને પૂજનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. જે ડભોઈ નગરમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. જેથી આ વિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડયાં હતાં અને સમગ્ર ધાર્મિક વિધિ નિહાળી દર્શનનો લાભ લીધો હતો.
ડભોઈમાં પ્રથમવાર હોલિકા અને પ્રહલાદનું સ્ટેચ્યૂ બનાવીને કરાયું હોલિકા દહન - Holi 2024 - HOLI 2024
દર્ભાવતિ નગરી તરીકે ઓળખાતા ડભોઈમાં પ્રથમવાર હોલિકા અને પ્રહલાદનું સ્ટેચ્યૂ બનાવીને હોલિકા દહન વિઘિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારે ભીડ ઉમટી પડી હતી.
Published : Mar 25, 2024, 9:54 PM IST
હોલિકા દહનમાં અવનવો પ્રયોગઃદર્ભાવતી નગરી ખાતે આવેલ કંસારા બજારમાં મહાલક્ષ્મી માતાનાં મંદિર પાસે પ્રથમ વખત આશરે ૧૫ ફૂટ ઉંચું હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું હતું. સાથે જ ભક્ત પ્રહલાદનું પણ આશરે ૪ ફૂટનું પૂતળું અલગથી બનાવાયું હતું. આ હોલિકા દહન પૂજન વિધિમાં ડભોઇ નગર પાલિકા વોર્ડ નં -૯ ના સદસ્યા શીતલબેન પીન્ટુભાઈ પટેલ સહિત નગરનાં અગ્રણી મહાનુભાવો અને ભાવિક ભકતજનો મોટી સંખ્યામાં ઉમટી પડયાં હતાં અને અનેરો માહોલ સર્જાયો હતો. બીજી તરફ આસપાસનાં વિસ્તારોમાં પણ હોલિકા દહનના કાર્યક્રમો યોજાયાં હતાં.
વૈદિક મંત્રો ઉચ્ચાર સાથે યોજાયું પૂજનઃ ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા પૂજન અને દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે ડભોઇ નગરમાં વિવિધ વિસ્તારોમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ સંસ્કારી નગરીમાં દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી અને શ્રદ્ધાભેર ઉજવવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ નગરમાં ભાઈચારા સાથે દરેક તહેવારની ઉજવણી કરવામાં આવે છે.