અમરેલી:જિલ્લાનો 20 થી 30 ટકા વિસ્તાર દરિયા કાંઠાનો વિસ્તાર છે. આ વિસ્તારમાં ખેડૂતો ખેતી કરી રહ્યા છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મોઢેરા ગામમાં યુવક ફૂલની ખેતી કરી રહ્યો છે જેમાંથી તે રોજની 2000 રૂપિયાની આવક મેળવી રહ્યા છે.
32 વર્ષીય પ્રવીણભાઈ ઝીણાભાઈ ચૌહાણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેની પાસે 30 વીઘા જમીન છે. આ જમીનના 7 વિધામાં ફૂલની ખેતી કરી રહ્યા છે. છેલ્લા દસ વર્ષથી આ ફૂલની ખેતી કરી તે સારી આવક મેળવી રહ્યા છે. ફૂલની ખેતીમાં ગલગોટો, ગુલાબ, ગાદલિયો તેમજ અન્ય ફૂલની ખેતી કરી રહ્યા છે.
જાફરાબાદનો કોસ્ટલ વિસ્તાર ખારો પાઠ વિસ્તાર છે દરિયો અહીંથી ખૂબ જ નજીક છે (Etv Bharat Gujarat) તમને જણાવી દઈએ કે, જાફરાબાદનો કોસ્ટલ વિસ્તાર ખારો પાઠ વિસ્તાર છે અને દરિયો અહીંથી ખૂબ જ નજીક છે. પરંતુ આ દરિયાઈ કાંઠા વિસ્તારમાં યુવકે ગાય આધારિત ફૂલોની ખેતી કરી છે.
વિકાસશીલ ખેડૂત દરિયા કાંઠાના વિસ્તારમાં કરી રહ્યો છે ફૂલોની ખેતી (Etv Bharat Gujarat) ફૂલોની ખેતી (Etv Bharat Gujarat) પ્રવીણભાઈએ ફૂલની ખેતી વિશે જણાવ્યું કે, આ ફૂલની ખેતી ખૂબ જ સેન્સિટી હોય છે. ફૂલોની ખેતીમાં જાળવણી અને માવજત ખૂબ જ કરવી પડતી હોય છે. કારણ કે, રોગ અને જીવાત આવે તો ફૂલ બગડી જતા હોય છે. પરંતુ ગાય આધારિત ખેતી કરતા હોવાથી જીવાત અને રોગ ઓછા આવે છે. ઉપરાંત રોજના 20 થી 30 kg જેટલા ફૂલનું ઉત્પાદન મળી રહે છે.
પ્રવીણભાઈ ઝીણાભાઈ ચૌહાણ (Etv Bharat Gujarat) વિકાસશીલ ખેડૂત દરિયા કાંઠાના વિસ્તારમાં કરી રહ્યો છે ફૂલોની ખેતી (Etv Bharat Gujarat) વધુમાં જણાવતા પ્રવીણભાઈએ કહ્યું કે, જાફરાબાદ માર્કેટિંગ યાર્ડ તેમજ રાજુલા વિસ્તારમાં ફૂલનું વેચાણ કરવામાં આવે છે. ફુલ એક કિલોનો ભાવ રૂપિયા 100 મળી રહે છે. એટલે કે અંદાજે 2000 થી 3000 રૂપિયાનું રોજનું ઉત્પાદન મળી રહે છે. આ ફૂલનું 4 મહિના વાવેતર કર્યા બાદ ઉત્પાદન મળે છે અને જે ઉત્પાદન ચાર મહિના સુધી મળી રહે છે. એટલે ચાર મહિના ફૂલની નફાકારક ખેતી થાય છે. મહિને 50 થી 60 હજાર રૂપિયાનું ઉત્પાદન મળે છે અને વાર્ષિક બે લાખ રૂપિયાથી પણ વધુનું ઉત્પાદન મળી રહે છે.
ફૂલોની ખેતી (Etv Bharat Gujarat) ખર્ચ વિશે જણાવતા તેમણે કહ્યું કે, ફૂલોની ખેતીમાં એક વીઘે અંદાજિત પાંચથી દસ હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. જ્યારે 30 થી 40 હજાર રૂપિયા સુધીનો ઉત્પાદન મળી રહે છે તેથી આ વિસ્તારમાં ખેડૂતો નફાકારક ખેતી કરી રહ્યા છે. દરીયાઈ કાંઠો હોવા છતાં પણ ગાય આધારિત ખેતી કરવાથી સારી એવી આવક મળી રહે છે. ઝીરો બજેટ ખેતી હોવાથી સારું ઉત્પાદન મળી રહે છે અને પોતાની આજીવિકા મેળવી રહ્યા છે.
વિકાસશીલ ખેડૂત દરિયા કાંઠાના વિસ્તારમાં કરી રહ્યો છે ફૂલોની ખેતી (Etv Bharat Gujarat) આ પણ વાંચો:
- અમદાવાદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધ્યો, મનપા દ્વારા ઢોર નિયંત્રણ પોલિસી લાગુ
- 8 રૂપિયાથી લઈને 350 રૂપિયા સુધીની અહીં મળે છે સાવરણી, દૂરદૂરથી લોકો આવે છે ખરીદવા