ભાવનગર:જિલ્લામાં ખેડૂતો DAP ખાતર વગર પાકમાં નુકશાન ઉઠાવી રહ્યા હોવાની કકળાટ વચ્ચે ઈટીવી ભારતે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી હતી અને ખેતરોમાં જઈને ખેડૂતોની આપવીતી જાણી હતી.
આ દરમિયાન ખેડૂતોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. જો કે સારા સમાચાર એ છે કે આજે જ એટલે કે, 21 તારીખે હજાર મેટ્રીક ટન DAP ખાતર ભાવનગર પહોંચ્યું છે. ત્યારે અહીં ખેડૂતોની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો હતો.
21 નવેમ્બરે ટ્રેન મારફતે ભાવનગરને મળ્યું 1000 મેટ્રીક ટન જેવું GSFCનું DAP પહોંચ્યુ (Etv Bharat Gujarat) ખેડૂતોએ જણાવી વ્યથા: ભાવનગર જિલ્લામાં કુલ 4.50 લાખ હેકટરમાં ખેતી થાય છે. ચોમાસામાં ખેડૂતોએ કપાસ, મગફળી અને ડુંગળી જેવા પાકોનું વાવેતર કર્યુ હતું. આ વાવેતર સમયથી DAP ખાતરની અછત ઉભી થઇ હતી. ત્યારે હાલમાં પાક લેવાના સમયે ETV BHARAT ભંડારીયા ગામના રમેશભાઈ નામના ખેડૂતના ખેતરમાં પહોંચ્યું હતું.
ભાવનગર જિલ્લાના ખેડૂતોએ કહ્યું 'DAPની અછતે પાકની ગુણવત્તા બગાડી' (Etv Bharat Gujarat) વાતચીત દરમિઆન રમેશભાઈએ જણાવ્યું હતું કે, 'ડીએપી ખાતર તો મુખ્ય પાયાનું ખાતર જ છે, તો એ ખાતર અત્યારે ક્યાંય મળતું જ નથી. ગમે ત્યાં લેવા જાવ મળતું નથી. પાયાનું ખાતર ન હોઈ એટલે મોલ ઉપાડવાનો જ નથી. જેવું જોઈએ એવી ઉપજ ના આવે. લગભગ દોઢ થી બે મહિના થયા DAP કે NPK ખાતર મળતું નથી. જેમ કે અત્યારે ડુંગળી છે તો એમાં ખાતર નથી મળ્યું તો ડુંગળી નાની રહી છે. તેથી અમારી માંગ છે કે DAP ખાતર વહેલી તકે મળે'.
ભાવનગર જિલ્લામાં ઠલવાયું હજાર મેટ્રીક ટન DAP (Etv Bharat Gujarat) DAPને લઈને જિલ્લાની સ્થિતિ
આજની તારીખે આપણે જો ખાતરની પરિસ્થિતિ આપણા ભાવનગર જિલ્લાની વાત કરીએ તો યુરિયા 10,300 મેટ્રીક ટનની જરૂરિયાત હોય એમની સામે આપણા જિલ્લામાં 17,000 મેટ્રીક ટન જેવું ઉપલબ્ધ થયું હતું. આજની તારીખે 12000 મેટ્રીક ટન જેવું આપણા જિલ્લામાં રીટેલરો પાસે ઉપલબ્ધ છે. NPK ફર્ટિલાઇઝરની વાત કરીએ તો તેમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ અથવા તો નાઈટ્રોજન અને ફોસ્ફરસ તત્વો ઉપલબ્ધ હોય એવી 5700 મેટ્રીક ટનની જરૂરિયાત હોય એમની સામે આપણી પાસે આપણા જિલ્લામાં 11,000 જેવું ઉપલબ્ધ થયેલું છે. આજની તારીખે 4000 મેટ્રીક ટનથી વધારે આપણા જિલ્લામાં ઉપલબ્ધ છે. DAPની વાત કરીએ તો 3,700 મેટ્રીક ટન આપણા જિલ્લામાં જરૂરિયાત છે એની સામે 2,000 મેટ્રીક ટન જેવું ઉપલબ્ધ થયેલું. - એસ.બી.વાઘમસી, ખેતી નિયામક, ભાવનગર
હજારો મેટ્રીક ટન DAP ખાતર ભાવનગર પહોંચ્યું (Etv Bharat Gujarat) 21 નવેમ્બરે આવ્યું DAP
આજની તારીખે આજે જ 1000 મેટ્રીક ટન જેવું GSFCનું DAP આપણા જિલ્લામાં ઉપલબ્ધ થયું છે. એટલે આપણી સિઝનની જરૂરિયાતની અત્યાર સુધીની જોઈએ એવા 25 ટકા થી વધારે જરૂરિયાત મુજબનો જથ્થો આપણા જિલ્લામાં આજે ઉપલબ્ધ થયો છે, અને આ સિવાય પણ જેમ જેમ એલોકેશન થશે એમ આપણે જિલ્લામાં ઉપલબ્ધ થતું રહેશે. એટલે આ હજાર મેટ્રીક ટન આવવાને કારણે DAP અને બીજા જે નર્મદા ફોર્સ છે એ પણ ઉપલબ્ધ થતા રહેશે. ધીરે ધીરે આપણા જિલ્લામાં જે જરૂરિયાત છે એ સંતોષાઈ જાય એવી આશા છે.- એસ.બી.વાઘમસી, ખેતી નિયામક, ભાવનગર
- અલંગના 'ખાડા'ઓ બન્યા કિંમતી ચીજ-વસ્તુઓની ખાણ, લોકલ ભાવમાં મળે છે લક્ઝરી ક્રૂઝ કિચન ક્રોકરી
- અલંગમાં વર્લ્ડ ફેમસ ફર્નિચરનું મોટું માર્કેટ, ભાવ એવા કે આખા ગુજરાતમાં લોકો આવે ખરીદવા