પંચમહાલ: રાજ્યના કેબિનેટ શિક્ષણમંત્રી કુબેર ડિંડોર દ્વારા આજરોજ તા ૨૦ જુલાઈ શનિવારે બપોરે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળાના HTAT મુખ્ય શિક્ષકની બદલીના નિયમોમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના ગોધરાના જિલ્લા સેવાસદન કચેરી ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠક બાદ પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા HTAT મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર અંગે વર્ષ 2012થી મુખ્ય શિક્ષકો દ્વારા માંગ કરાઈ હતી, ત્યારે ગુરુપૂર્ણિમા અગાઉ રાજ્ય સરકાર દ્વારા મુખ્ય શિક્ષકોના બદલીના નિયમોમાં ફેરફાર કરવાની માંગ સ્વીકારીને ખાસ ભેટ આપવામાં આવી છે.
શિક્ષણમંત્રીએ ગુરુપૂર્ણિમા પૂર્વે શિક્ષકો માટે કરી મોટી જાહેરાત - big announcement for teachers
પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના કેબિનેટ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર દ્વારા શિક્ષકોની બદલીને લઇને મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.
Published : Jul 20, 2024, 9:16 PM IST
નવા નિયમ મુજબ જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી 3 વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઇશે, જ્યારે જિલ્લા ફેર બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી ૫ વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈશે. 50 ટકા જગ્યાઓ અગ્રતાથી અને 50 ટકા જગ્યાઓ શ્રેયાનતાથી ભરવાની રહેશે. તબીબી કિસ્સાઓની બદલી, રાષ્ટ્રીય/૨ાજય સુરક્ષા હેઠળના અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિપત્નીની બદલીઓ, રાજયના વડામથકના બિન બદલીપાત્ર અધિકારી-કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિપત્નિની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઇ કરવામાં આવી છે. દ૨ વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવશે. જિલ્લા ફેર અને જિલ્લા આંતરિક અ૨સ પ૨સ બદલી,બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઈ પણ મુખ્ય શિક્ષકની સામે અરસ-પ૨સ બદલી કરી શકાશે. આંતરિક જિલ્લા ફેર, અર૨પ૨સ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર ૫૬ વર્ષ અને ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ જેવા વિવિધ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ ગોધરા ખાતે જાહેર કરાયેલા શિક્ષકોની બદલીના નિયમો બાદ મોટી સંખ્યામાં શિક્ષકો જિલ્લા સેવાસદન કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં કેબિનેટ શિક્ષણમંત્રીનું સાલ ઓઢાડીને સન્માન કરીને આભાર વ્યક્ત કર્યો હતો.