ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, 2025ના ચાર દિવસમાં ત્રીજી વખત ધરા ધ્રૂજી - KUTCH EARTHQUAKE

વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.

કચ્છમાં ફરી ભૂકંપ
કચ્છમાં ફરી ભૂકંપ (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 4, 2025, 10:14 PM IST

કચ્છ:સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તારમાં આજે સાંજે 4:37 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. તો વર્ષ 2025ના નવા વર્ષના પ્રથમ દિવસથી જ આંચકાનો દોર શરૂ થઈ ચૂક્યો છે ત્યારે નવા વર્ષના 4 દિવસોમાં 3 આંચકા નોંધાઈ ચૂક્યા છે. વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે આજદિન સુધી ચાલુ રહ્યો છે. આજે સાંજે 4:37 કલાકે પૂર્વ કચ્છના દુધઈ પાસે 3.8ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. શિયાળો શરૂ થતાં હવામાનમાં ફેરફારની સાથે કચ્છમાં આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે.

3.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. આજે સાંજે 4:37 કલાકે 3.8ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છના દુધઈથી 28 કિલોમીટર દૂર નોર્થ, નોર્થ - વેસ્ટમાં નોંધાયો છે.

ભચાઉની ફોલ્ટલાઈન વિસ્તારમાં નોંધાયો આંચકો
ઉલ્લેખનીય છે કે કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલી ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આમ તો ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે. તો ભારત-પાકિસ્તાન બોર્ડર પર પણ ફોલ્ટલાઇન સક્રિય થઈ છે. ત્યારે આજે સાંજે ફરી આ વાગડ વિસ્તારમાં આંચકો અનુભવાયો હતો. જેની અસર ભચાઉ અને રાપરના આસપાસના વિસ્તારોમાં નોંધાઈ હતી .

4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય
કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે, તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા. પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

આ પણ વાંચો:

  1. કચ્છમાં એક તરફી પ્રેમીએ યુવતીની કરી ઘાતકી હત્યા, આરોપીને ફાંસીની માંગ સાથે સર્વ સમાજની રેલી
  2. હવે કચ્છ એક્સપ્રેસમાં 'દારૂ લ્યો દારૂ...', ટ્રેનમાં દારૂ વેચતી બે મહિલાનો વીડિયો વાયરલ

ABOUT THE AUTHOR

...view details