ભાવનગર: ગુજરાતનાં ભાવનગર જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ જિલ્લાના પાલીતાણા પંથકમા નોંધવામાં આવ્યું છે. આ ભૂકંપનો આંચકો પાલીતાણાથી 21 km દૂર સુધી નોંધાયો છે. નોંધનીય છે કે, ભાવનગર શહેરમાં આંચકો અનુભવાયો નથી
પાલીતાણા જૈનતીર્થનગરીમાં ભૂકંપના આંચકાથી ધ્રૂજી, પાલિતાણાથી 21કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્ર બિંદુ - Earthquake tremors in Bhavnagar - EARTHQUAKE TREMORS IN BHAVNAGAR
પાલીતાણા જૈનતીર્થનગરીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે ભાવનગરના શહેરી વિસ્તારમાં આઅ આંચકો અનુભવાયો ન હોવાથી ત્યાંના લોકો આઅ ઘટનાથી અજાણ હતા. ભાવનગર ડિઝાસ્ટર વિભાગે દ્વારા આ અંગે અન્ય માહિતી પૂરી પાડવામાં આવી છે. જાણો. Earthquake tremors in Bhavnagar
Published : Jun 21, 2024, 10:34 AM IST
જિલ્લામાં ધરા ધ્રુજી ઉઠતા ચર્ચા જાગી:પાલીતાણા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં આકરી ગરમી અને બફારા વચ્ચે ધરા ધ્રુજી ઉઠી હતી. જો કે કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. જિલ્લામાં પાલીતાણા તાલુકામાં આવેલા ભૂકંપના આચકાને લઈને સોસીયલ મીડિયા મારફત સંદેશો વહેતો થયો હતો. આમ તો ભાવનગર જિલ્લો ભૂકંપના આચકાથી ટેવાયેલો છે, તેમ કહી શકાય છે.
જિલ્લામાં ક્યાં કેન્દ્ર બિંદુ:જિલ્લામાં પાલીતાણા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો પરંતુ, ભાવનગર શહેરી વિસ્તારમાં લોકો અજાણ રહ્યા કારણકે આ ભૂકંપનું કંપન શહેર સુધી પહોંચ્યું નથી. આ અંગે ભાવનગર ડિઝાસ્ટર વિભાગે માહિતી પૂરી પાડી હતી કે, "પાલીતાણાથી 21km વેસ્ટ નોર્થમાં 17 km ઊંડાઈએ કેન્દ્ર બિંદુ છે. જ્યારે આચકની તીવ્રતા 3.7ની નોંધાવામાં આવી હતી." ભાવનગર ડિઝાસ્ટર વિભાગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, આઅ ઘટનાથી કોઈ જાનહાની થઈ નથી.