ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં અતિભારે વરસાદને કારણે રેલવે સ્ટેશન વિસ્તારના મકાનમાં વરસાદી પાણી ભરાયા - Rain water in houses in Junagadh

જૂનાગઢ જિલ્લામાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પાછલા 24 કલાકથી સતત ધીમી ધારે અને ક્યારેક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને કારણે મજેવડી દરવાજાથી લઈને રેલ્વે સ્ટેશન વિસ્તાર સુધીમાં ઘરોમાં પાણી ભરાયા છે. Rain water in houses in Junagadh

જૂનાગઢમાં અતિભારે વરસાદને કારણે રેલવે સ્ટેશન વિસ્તારના મકાનમાં વરસાદી પાણી ભરાયા
જૂનાગઢમાં અતિભારે વરસાદને કારણે રેલવે સ્ટેશન વિસ્તારના મકાનમાં વરસાદી પાણી ભરાયા (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 19, 2024, 4:35 PM IST

જૂનાગઢમાં અતિભારે વરસાદને કારણે રેલવે સ્ટેશન વિસ્તારના મકાનમાં વરસાદી પાણી ભરાયા (Etv Bharat gujarat)

જૂનાગઢ: જિલ્લામાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પાછલા 24 કલાકથી સતત ધીમી ધારે અને ક્યારેક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને કારણે મજેવડી દરવાજાથી લઈને રેલ્વે સ્ટેશન વિસ્તાર સુધીમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ધોધમાર વરસાદથી ઘરોમાં ભરાયા પાણી:પાછલા 24 કલાક કરતા વધુ સમયથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં ઠેર ઠેર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને કારણે જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે. જૂનાગઢમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે મજેવડી દરવાજાથી લઈને રેલવે સ્ટેશન સુધીના વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે વરસાદી પાણી શહેરના માર્ગો પર ફરી વળ્યા હતા.

સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે:સતત વરસાદને કારણે ઉપરવાસમાંથી આવી રહેલું પાણી આ વિસ્તારના કેટલાક ઘરોમાં પણ ઘૂસી ગયેલું જોવા મળ્યું હતું. અતિ ભારે વરસાદને કારણે મજેવડી દરવાજાથી રેલવે સ્ટેશન સુધીના રોડ પણ જાણે કે નદીમાં પરિવર્તિત થયો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. વરસાદી પાણી વિસ્તારના રહેણાંક મકાનોમાં ઘૂસી ગયા હતા. જેને કારણે સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

40 વર્ષથી આ પ્રકારની સમસ્યા: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મજેવડી દરવાજાથી રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા મકાનોમાં ચોમાસાના સમય દરમિયાન વરસાદી પાણી ઘૂસી જવાની સમસ્યા પાછલા 40 વર્ષથી સતત જોવા મળે છે. પરંતુ હજુ સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ગિરનાર અને ઉપરવાસથી વરસાદી પાણીનો પ્રવાહ મજેવડી દરવાજા તરફ આવતો હોય છે. જેને કારણે આ વિસ્તાર પાણીથી જળબંબાકાર બની જાય છે.

સ્થાનિક લોકોમાં ભારે રોષ: વરસાદી પાણીના નિકાલ નહીં થવાને કારણે પણ વરસાદનું પાણી માર્ગ પરથી વહે છે. જેને કારણે આ વિસ્તારમાં આવેલા 40-50 વર્ષ જૂના રહેણાંક મકાનોમાં અતિ ભારે વરસાદ પડવાની સ્થિતિમાં વરસાદી પાણી ઘરમાં પ્રવેશ કરે છે. આ સમસ્યાનું આજદિન સુધી કોઈ નિરાકરણ થયું નથી. જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળે છે.

  1. રાજકોટ જિલ્લા પર મેઘરાજા મહેરબાન , મોજ ડેમની જળ સપાટી 37 ફૂટે પહોંચી... - Heavy Rain In Rajkot

ABOUT THE AUTHOR

...view details