બનાસકાંઠા :રબારી સમાજના શિક્ષણ સંકુલનું સપનું પૂર્ણ થયું છે. બનાસકાંઠાના રબારી સમાજે 13 કરોડથી વધુનું દાન આપતા ધાનેરામાં શિક્ષણ સંકુલના નિર્માણ માટે ભૂમિ પૂજન સમારોહ સાધુ સંતો અને સમાજના આગેવાનોની હાજરીમાં કરવામાં યોજાયો હતો.
રબારી સમાજ શિક્ષણ રથ :શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા દ્વારા લાભ પાંચમથી શિક્ષણ રથ શરૂ કરવામાં આવ્યો હતો. આ શિક્ષણ રથ થકી ધાનેરા તાલુકાના 62 માલધારી સમાજના ગામોમાંથી 13 કરોડથી વધુનું દાન શિક્ષણ સંકુલ માટે મળ્યું છે. રબારી સમાજના યુવાઓનું આવનારું ભવિષ્ય ઉજ્જવળ બને અને સમાજ શિક્ષિત બને તેવા ઉદ્દેશ્ય થકી સમાજ દ્વારા ખુલ્લા હાથે દાન આપવામાં આવ્યું હતું.
શૈક્ષણિક સંકુલ માટે 13 કરોડનું દાન :રબારી સમાજ દ્વારા શિક્ષણ સંકુલ માટે 13 કરોડથી વધુનું દાન અપાતા સાધુ-સંતો, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં આવેલા સમાજના લોકોની હાજરીમાં ભૂમિ પૂજન સમારોહ ધાનેરા ખાતે યોજાયો હતો.
ભૂમિ પૂજન સમારોહ :શિક્ષણ સંકુલ માટે સમાજના આગેવાન અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા ભૂમિદાન કરવામાં આવ્યું છે. તેમજ સમાજના આગેવાનોએ પણ સમાજના શૈક્ષણિક સંકુલમાં દિલ ખોલીને દાન આપ્યું છે. આ ભૂમિ પૂજન સમારોહ રામપુરા મઠ જાગીરના મહંત 1008 રૂપપુરીજી સ્વામી, વડવાળા ધામ દુધરેજના કોઠારી મુકુંદરામ બાપુ સહિત પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ, સમાજના આગેવાન ઠાકરશી રબારી, રાજ્યસભાના પૂર્વ સાંસદ સાગરભાઈ રાયકા અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રબારી સમાજ માટે શૈક્ષણિક સંકુલ :દાનવીર રત્ન ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ કહ્યું કે, રબારી સમાજનું છેલ્લા ઘણા વર્ષોથી શૈક્ષણિક સંકુલ બને તેવું સપનું હતું. આખરે 62 ગામના માલધારી સમાજે ખુલ્લા હાથે આપેલા 13 કરોડથી વધુના દાનથી આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે. આ ભૂમિ પર રબારી સમાજ માટે શૈક્ષણિક સંકુલ આકાર પામશે.
- સુરેન્દ્રનગરમાં નવા વર્ષે દૂધરેજના વડવાળા મંદિરને રોશનીથી શણગારાયું
- બનાસકાંઠામાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ, સ્વરુપજી માટે માગ્યા મત