ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસાના માલગઢ ગામે ધીંગાણું : બે જૂથ વચ્ચે મારામારી, સાત લોકો ઈજાગ્રસ્ત

ડીસા તાલુકાના માલગઢ ગામે મોડી રાત્રે ભીલડી હાઈવે પર એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી થતા કુલ સાત લોકોને ઇજા થવા પામી છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 29, 2024, 8:17 AM IST

બનાસકાંઠા :ડીસા તાલુકાના માલગઢ ગામે મોડી રાત્રે ભીલડી હાઈવે પર એક જ સમાજના બે જૂથ સામસામે આવી જતા મારામારી થઈ હતી. જેમાં કુલ સાત લોકોને ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્તોને ડીસા અને પાલનપુર સારવાર ખાતે ખસેડાયા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધી છે.

ડીસામાં મારામારીનો બનાવ : ડીસાના માલગઢ ગામે ભીલડી હાઈવે પર રહેતા જગદીશ દેવચંદજી કચ્છવા મોડી રાત્રે હાઇવે પર એક પાર્લર પર પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં મિત્રો સાથે બેઠા હતા. ત્યારે ગામના જ હસમુખ ખેતાજી પરમાર માળી પણ તેના મિત્રો સાથે ક્રેટા ગાડીમાં આવી જગદીશની કારને ટક્કર મારી જૂની અદાવત બાબતે મારામારી કરી હતી.

બે જૂથ વચ્ચે મારામારી :જોકે, બાદમાં હસમુખ અને તેના મિત્રો સોમનાથ હોટલ પર જતા જગદીશ તથા તેમના ભાઈ ફુલચંદભાઈ, સુરેશભાઈ તેમજ મિત્રો સમજાવટ માટે સોમનાથ હોટલ પર પહોંચતા હતા. ત્યાં હસમુખ ખેતાજી, ખેતાજી તેજાજી, શાંતિલાલ ખેતાજી, અશ્વિન ખેતાજી, અનિલ ખેતાજી પરમાર, અર્જુન ગંગારામ સોલંકી, ભરત લાલજીભાઈ પઢીયાર તથા અન્ય 10 થી 15 માણસોનું ટોળું બેઠેલું હતું.

સામ સામે પોલીસ ફરિયાદ :હસમુખે પોતાની પાસેની બંદૂક કાઢી ઉંધી બંદૂક જગદીશને માથામાં મારી હતી .ત્યારબાદ તેઓ વચ્ચે ઉગ્ર ઝઘડો થતા જગદીશ, ફુલચંદભાઈ તથા રાજેશભાઈને ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ડીસા સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જે અંગે જગદીશ કછવાએ તમામ સામે ફરિયાદ નોંધાવી હતી. ડીસા તાલુકા પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધી છે.

  1. ડીસામા પોલીસે લૂંટારૂઓનું સરઘસ કાઢ્યું, અડઘું ગામ જોવા ઉમટ્યું
  2. ડીસામાં આંગડિયા પેઢીની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે 7ને ઝડપ્યા

ABOUT THE AUTHOR

...view details