ડાકોર : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં 24 થી 26 માર્ચ સુધી મેળો યોજાશે. દરમ્યાન ત્રિદિવસીય ફાગણી પૂનમનો મેળો યોજાનાર છે. જે હોળી પૂનમના મેળાને લઈ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરવા સાથે ફેરફાર કરવામાં આવ્યો છે.
ભાવિકોનો વિશાળ મહેરામણ : ફાગણી પૂનમના મેળાને લઈ ડાકોર રણછોડરાયજી મંદિરે ભાવિકોનો વિશાળ મહેરામણ ઉમટે છે. જે દરમ્યાન વિશાળ સંખ્યામાં પહોંચતા દર્શનાર્થીઓની સગવડ માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રાજાધિરાજ રણછોડરાયજી ભગવાનના દર્શનના સમયમાં વધારો કરવા સાથે ફેરફાર કરવામાં આવ્યો છે.જે પ્રમાણે દર્શનનો સમય નીચે મુજબ રહેશે.
ફાગણ સુદ પૂનમ (દોલોત્સવ) : તા.25/03/24 સોમવારના રોજ દર્શનનો સમય 3-45 વાગે નિજ મંદિર ખુલશે. 4-00 વાગે મંગળા આરતી થશે. 4-00 થી 8-30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 8-30 થી 9-00 વાગ્યા સુધી શ્રી ઠાકોરજી બાલભોગ,શૃંગાર ભોગ,ગોવાળ ભોગ ત્રણેય ભોગ બંધ બારણે આરોગવા બિરાજશે. આ સમયે દર્શન બંધ રહેશે.9-00 વાગે શણગાર આરતી થશે. 9-00 થી 1-00 વાગ્યા સુધી શ્રી ગોપાલલાલજી મહારાજ ફૂલડોળમાં બિરાજશે.ફૂલડોળના દર્શન થશે.1-00 થી 2-00 સુધી દર્શન ખુલ્લા રહેશે.2-00 થી 3-30 સુધી શ્રી ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજશે.દર્શન બંધ રહેશે.3-30 વાગે રાજભોગ આરતી થશે.3-30 થી 4-30 સુધી દર્શન ખુલ્લા રહેશે.4-30 થી 5-00 સુધી દર્શન બંધ રહેશે.(શ્રી રણછોડરાયજી મહારાજ પોઢી જશે.)5-00 વાગે નિજ મંદિર ખુલશે.5-15 વાગે ઉત્થાપન આરતી થશે.5-15 થી નિત્યક્રમાનુસાર શયનભોગ,સખડી ભોગ આરોગી અનુકૂળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે.
ફાગણ વદ 1 :તા.26/03/24 મંગળવારના રોજ દર્શનનો સમય : 6-30 વાગે નિજ મંદિર ખુલશે. 6-45 વાગે મંગળા આરતી થશે. 6-45 થી 8-30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.8-30 થી 9-00 વાગ્યા સુધી શ્રી ઠાકોરજી બાલભોગ,શૃંગાર ભોગ,ગોવાળ ભોગ ત્રણેય ભોગ બંધ બારણે આરોગવા બિરાજશે.દર્શન બંધ રહેશે.9-00 વાગે શણગાર આરતી થશે. 9-00 થી 12-00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.12-00 થી 12-30 સુધી શ્રી ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજશે.દર્શન બંધ રહેશે.12-30 વાગે રાજભોગ આરતી થશે.12-30 થી રાજભોગ દર્શન થઈ અનુકૂળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે અને દર્શનાર્થીઓનો મંદિર પ્રવેશ બંધ રહેશે.3-45 વાગે નિજ મંદિર ખુલશે.4-00 વાગે ઉત્થાપન આરતી થઈ નિત્યક્રમાનુસાર શયનભોગ,સખડી ભોગ આરોગી અનુકૂળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે.
- રાજાધિરાજ રણછોડરાયજી આજથી 868 વર્ષ પહેલા ડાકોર પધારેલા, જાણો ઈતિહાસ
- Kheda News : ડાકોરના ઠાકોરે 151 મણનો અન્નકૂટ લૂંટાવ્યો, 80 ગામોના ગ્રામજનોને લેખિતમાં આમંત્રણ દઇ લૂંટાવવાની પરંપરા અકબંધ