દાહોદ :દેવગઢબારિયા તાલુકાના કાળી ડુંગરી ગામે આવેલ તળાવમાં અજાણી મહિલાનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. જેને લઈને દેવગઢ બારીયા પોલીસે તપાસ આચરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો, જેમાં રીપોર્ટમાં ગળું દબાવીને હત્યાં કરી હોવાનું સામે આવ્યું હતું. તેમજ મૃર્તક મહિલા દેવગઢબારિયા તાલુકાના સાગારામ ગામની હોવાનું ખુલ્યું હતું.
આવી રીતે ઘટનાને અંજામ આપ્યો હતો :દેવગઢબારિયા તાલુકાના સાગારામા ગામે રહેતા રત્ના કાળુભાઈ કોળી પટેલે પોતાના પારિવારિક ઝઘડાને લઈને પોતાની પત્ની શાંતાબેન કોળીની વર્ષ 2004મા ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ પુરાવાઓ નાસ કરવા માટે તેના બીજા સાગરીત હીરા દેશીંગભાઇ નાયકે સાથે મળીને કાળીડુંગરી ગામે આવેલ તળાવમાં મૂર્તક શાંતાબેનના મૃતદેહને ફેકીને ફરાર થઈ ગયા હતા.
પોલિસ તપાસમાં રહસ્ય ખુલ્યું :આ સંબંધે મૃતક શાંતાબેનના પરિવારજનો દ્વારા દેવગઢબારિયા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ 302, 201 અને 34 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ટૂંક જ સમય મૃતકના પતિની પોલીસે અટકાયત કરી હતી. બાદમાં પોલીસની કડક તપાસમાં પોતે પત્નિનું ગામમાં જ રહેતા તેમના મિત્ર હિરા દેસિંગભાઇ નાયક સાથે મળીને ગળું દબાવીને હત્યાં કરીને કાળીડુંગરી ગામે તળાવમાં ફેંકી દીધા હોવાનું કબુલ્યું હતું.
20 વર્ષ પછી આરોપી પકડાયો : હત્યાનો સહ આરોપી હીરા દેશીંગભાઇ નાયક છેલ્લા 20 વર્ષથી ફરાર હતો. તેમજ પોતાના વતનની જમીન વેચવા માગતો હોવાથી દેવગઢ બારીયા પોલીસને આ બાબતે માહિતી મળી હતી. જેના આધારે દેવગઢબારિયા પોલીસે ડમી ગ્રાહક બનીને આરોપીના પરિવારજનોનો સંપર્ક કરી આરોપીને બોલાવતા આરોપી આવતા ડમી ગ્રાહક બનીને ગયેલી પોલીસે આરોપીને રંગે હાથે ઝડપી પાડ્યો હતો.
- Mahatma Gandhi : મહાત્મા ગાંધીના દેહ અવસાન બાદ તેમના અસ્થિઓને કરાયા હતા દામોદર કુંડમાં વિસર્જિત
- Indian Student Murder: અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ઘાતકી હત્યા, માતા-પિતા આઘાતમાં ગરકાવ