ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં પરિણીત મહિલાનું મોત, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો - DAHOD CRIME

દાહોદમાં દેવગઢ બારિયાના મોટી ખજૂરી ગામે એક મહિલા મૃત હાલતમાં મળી હતી. જોકે બાદમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જાણો સમગ્ર મામલો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2024, 8:25 AM IST

દાહોદ :દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજુરી ગામે ડેમ ફળિયામાં એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ પોલીસ તપાસમાં પરિણીતાનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે પરિણીતાના પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા મૃત હાલતમાં મળી :પોલીસ સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ 17 નવેમ્બરના રોજ મોટી ખજૂરી ગામે ડેમ ફળિયામાં મંજુલાબેન બારીયાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું માહિતી મળી હતી. આથી મંજુલાબેનના ભાઈ કનકસિંહ રતનસિંહ બારીયાએ દેવગઢ બારિયાના મોટી ખજૂરી ગામે આવેલ ડેમ ફળિયામાં પોતાની બહેનના ઘરે ગયા હતા. જ્યાં તેમને પોતાની બહેનને મૃત હાલતમાં જોઈ હતી.

દાહોદમાં પરિણીતાનું મોત, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો (ETV Bharat Gujarat)

હત્યા કે આત્મહત્યા ?પોતાની બહેને ગળે ફાંસો ખાધો હોવાની જાણકારી મળી હોવાથી તેમણે જોયું કે ગળાના ભાગે કોઈ નિશાન કે પંખા પર દોરડું કે સાડી જોવા મળી નહોતી. વધુમાં ગળામાં તથા છાતીના ભાગે લોહી જામેલું જોવા મળતા તેમને શંકા ગઈ હતી. આથી દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાવ્યો હતો. બાદમાં પોલીસે પરણીતાના મૃતદેહને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો.

તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો :પીએમ રિપોર્ટમાં પરિણીતાનું ગળું દબાવી અને માર મારીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે પરિણીતાના પતિની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અને પોતે પત્નીની હત્યા કરી હોવાનું કબુલ કર્યું હતું. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે.

આરોપી પતિની ધરપકડ કરાઈ :પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક પરિણીતાના પતિ દિલીપ બારીયાને પોતાના ભાઈ વિજયના પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તેને પત્નીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. આરોપીને સંતાનમાં કોઈ બાળક હતું નહીં.

  1. 6 મહિના અગાઉ મળેલી લાશનો ઉકેલાયો ભેદ, પત્ની અને પ્રેમી પર આરોપ
  2. દાહોદના મેઘનગરમાંથી DRI ટીમે 168 કરોડનું MD ડ્રગ્સ ઝડપી લીધું

ABOUT THE AUTHOR

...view details