દાહોદ:નકલી NA પ્રકરણમાં સરકારી અધિકારીઓ કર્મચારીઓ સામે ફોજદારી ગુનો દાખલ થવાના શરૂ કરવામાં આવ્યા છે. જેમાં દાહોદ સીટી સર્વે કચેરીના શિરસ્તેદાર તેમજ મેન્ટેનન્સ સર્વેયરની ધરપકડ કરાઇ છે. જેમાં પોલીસ તપાસમાં ખૂલવા પામ્યું છે કે, પ્રક્રિયા અનુસર્યા વગર સરકારી જમીનના પ્રાઇવેટ પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવાયા હતાં. જેમાં વોન્ટેડ એવા રામુ પંજાબીનું નામ ખુલ્યું ઉપરોક્ત બંને સહિત ત્રણ સરકારી કર્મચારીઓને ચાર દિવસ અગાઉ ફરજ મોકુફીના આદેશ કરવામાં આવ્યા હતા
NA પ્રકરણમાં સંડોવાયેલા કર્મચારીઓ પર સકંજો: દાહોદમાં બહુચર્ચિત નકલી NA પ્રકરણમાં આખરે સરકારી કર્મચારીઓ ફરતે કાયદાનો સંકજો કસાવવાનો સિલસિલો શરૂ થયો પામ્યો છે. દાહોદ પોલીસે નકલી NA પ્રકરણમાં સરકારી જમીનને બોગસ દસ્તાવેજોના આધારે પ્રાઇવેટ વ્યક્તિના નામે કરવાના કૌભાંડમાં સિટી સર્વે કચેરીમાં ફરજ બજાવતા શિરસ્તેદાર તેમજ મેન્ટેન્સ સર્વેયરને સરકારી પ્રોસિજર ફોલો કર્યા વગર સરકારી જમીનનો નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી એન્ટ્રી પાડી હોવાના આરોપમાં પોલીસે બંને સરકારી સરકારી કર્મચારીઓની ધરપકડ કરી હોવાનું ખુલ્યું છે.
કૌભાંડમાં 4 જુદી જુદી ફરિયાદો દાખલ: દાહોદ સહિત સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચાવનાર નકલી NA પ્રકરણમાં અલગ અલગ સરકારી કચેરીઓમાં નકલી NA ના ઓર્ડર તેમજ નકલી 73 AA ના હુકમોના આધારે નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હતા. જે આધારે સરકાર જોડે છેતરપિંડી કરી મોટાભાગના લોકોને આર્થિક નુકસાન પહોંચાડનારા કૌભાંડમાં તાજેતરમાં 4 જુદી જુદી ફરિયાદો દાખલ થઈ હતી. જેમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા સિટી સર્વે કચેરીમાં પ્રોસિજર ભંગ થઈ હોવાનું તેમજ સત્તા બહારના હુકમો થયા હોવાનું સામે આવ્યું હતું.