કચ્છઃકચ્છના કંડલાના સેઝમાં કસ્ટમનો હેડ કોન્સ્ટેબલ 3000 રૂપિયાની લાંચ લેતાં ACBના હાથે ઝડપાયો છે. ગરીબ મજૂરોને હેરાન કર્યાં વગર સરળતાથી અવરજવર કરવા દેવાની અવેજમાં કસ્ટમના હેડ કોન્ટેસ્ટબલે લાંચ માંગી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ ગોઠવેલા છટકા દરમિયાન લાંચ લેતા આક્ષેપિત ઝડપાયો હતો. આરોપી ઇશાક સમાએ રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનો કરતા એસીબી દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
એસીબી સમક્ષ ફરિયાદ લખવનાર ફરિયાદીએ જણાવ્યું હતું કે, કંડલા ખાતે ખાનગી કંપનીમાં લેબર મેન્જમેન્ટનું કામ કરતા હોય આ કામના આક્ષેપીત ઈશાક અબ્દુલકરીમ સમા કે જે કંડલા સ્પેશિયલ ઈકોનોમીક ઝોનમાં કસ્ટમ વિભાગમાં હેડ કોનસ્ટેબલ છે તે ફરિયાદીની કંપનીના મજૂરોને કંડલા સ્પેશીયલ ઈકોનોમીક ઝોનના પ્રવેશગેટથી અવરજવર કરવા દેવા અને હેરાનગતી નહીં કરવા માટે 3000 રૂપિયાની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હતો. જેને લઈને તેમણે એસીબીની મદદ માગી હતી અને એસીબીએ તે પ્રમાણે મદદ પણ કરી હતી.