અમદાવાદ: ગત 7 ઓક્ટોમ્બરના રોજ સાંજના સમયે વટવા પાસે આવેલા આવાસના મકાનોના ડિમોલિશનનું કામ ચાલી રહ્યું છે. ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા 10 ફૂટનો એક ખાડો ખોદવામાં આવ્યો હતો. જેમાં ત્રણ વર્ષની એક બાળકીનું પડીને મૃત્યુ થયું હતું. આ બાબતે આજરોજ કોંગ્રેસ પક્ષે વિરોધ નોંધાયો છે અને મેયરને આવેદનપત્ર આપીને ગુનેગારોને શિક્ષાત્મક કાર્યવાહી તથા પીડિતને 10 લાખનું વળતર ચૂકવવા માટેની માંગણી કરવામાં આવી છે.
આ માનવ સર્જિત દુર્ઘટના છે-હિમંતસિંહ પટેલ:કોંગ્રેસ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, '12 વર્ષ પહેલાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે મકાનો બનાવવામાં આવ્યા હતા. તે મકાનો જર્જરીત થતા પાડવામાં આવી રહ્યા છે, જ્યાં કોર્પોરેશન દ્વારા ખોદેલા ખાડામાં એક 3 વર્ષની દીકરી પડતા મૃત્યુ પામી છે. આ માનવ સર્જિત દુર્ઘટના છે આમાં જે પણ જવાબદાર કોન્ટ્રાક્ટર છે કે અધિકારીઓ છે તેના વિરુદ્ધ પગલાં લેવા જોઈએ અને પીડિત પરિવારને વળતર આપવું જોઈએ. તે પ્રકારની વાત કરવામાં આવી હતી.'