ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસ સાંસદે ઉશ્કેરણીજનક વિડિયો શેર કર્યો, પોલીસે તપાસ શરૂ કરી - MP IMRAN PRATAPGARHI

જામનગરમાં કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ એક લગ્નમાં હાજર હોય તેવો વિડિયો શેર કર્યો. વિડિયોમાં ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનો ઉલ્લેખ હતો.

જામનગરમાં કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
જામનગરમાં કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 5, 2025, 6:57 AM IST

Updated : Jan 5, 2025, 7:25 AM IST

જામનગર:કોગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી સહિત 5 જેટલા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જામનગરમાં મુસ્લિમ કોમના સમૂહલગ્નમાં આવેલા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ આ કાર્યક્રમનો એક વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો હતો. જેને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

સાંસદ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ: જામનગરમાં રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી અને પૂર્વ વિપક્ષી નેતા સામે પોલીસ ફરિયાદ નોંધાવવા મામલે જિલ્લા પોલીસ વડાની પ્રતિક્રિયા આપી હતી. જામનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં કિશન નંદા નામના ફરિયાદીએ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી, જામનગર મનપાના પૂર્વ વિપક્ષ નેતા અલ્તાફ ખફી, સંજરી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સમૂહ શાદીના આયોજકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જામનગરમાં કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ (Etv Bharat Gujarat)

સાંસદે વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો: ફરિયાદ મુજબ સંજરી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ કોમના સમૂહલગ્ન કાર્યક્રમમાં હાજર રહેલા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વિડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સાંસદ ઇમરાન પ્રતાપગઢીની કાર્યક્રમમાં એન્ટ્રી સાથે બેકગ્રાઉન્ડમાં એક ઉશ્કેરણીજનક અને રાષ્ટ્રીય એકતાની વિરુદ્ધના શબ્દો વાગી રહ્યા છે.

ઉશ્કેરણીજનક શબ્દોનો વિડિયોમાં ઉલ્લેખ: કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ આવો વિડિયો શેર કરીને ધાર્મિક લાગણી દુભાવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે આ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:

  1. શિયાળામાં કાવો બન્યો જામનગરવાસીઓ માટે સ્વાસ્થ્યવર્ધક, જાણો કેવી રીતે બને છે આ કાવો
  2. જામનગરમાં હેલેન, રિતેશ અને ખાન પરિવારનું ઢોલ-નગારા સાથે સ્વાગત, અંબાણીના કાર્યક્રમમાં આપશે હાજરી
Last Updated : Jan 5, 2025, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details