જૂનાગઢ:16મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા આજે યોજાય હતી. સ્પર્ધાના વિજેતાઓમાં ઉત્તર પ્રદેશ અને હરિયાણાના સ્પર્ધકોએ ગુજરાતના સ્પર્ધકોને ખૂબ જ મજબૂત ટક્કર આપીને પાછલા વર્ષોનો ગુજરાતના સ્પર્ધકોનો દબદબો આ વખતે તોડ્યો હતો. સિનિયર ભાઈઓ અને બહેનોમાં હરિયાણાનો રાહુલ અને ઉત્તર પ્રદેશની તામશી સિંહ પ્રથમ રહ્યા હતા તો જુનિયર ભાઈઓમાં હરિયાણાનો વિકાસ તેમજ જુનિયર ગર્લ્સમાં ગુજરાતની જશુએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ગત વર્ષે મોટાભાગના વિજેતા સ્પર્ધકોમાં ગુજરાતના ખેલાડીનો સમાવેશ થતો હતો પરંતુ આ વખતે એકમાત્ર જુનિયર ગર્લ્સમાં જ ગુજરાતની સ્પર્ધકે પ્રથમ ક્રમાંકે વિજય પ્રાપ્ત કર્યો છે.
Junagadh News: ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ગુજરાતના દબદબાને તોડતા ઉત્તર પ્રદેશ અને હરિયાણાના સ્પર્ધકો - Competitors from Uttar Pradesh
આજે 16 મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું હતું. આ વખતે પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે ગુજરાતનો દબદબો તૂટતો જોવા મળ્યો હતો. તમામ કેટેગરીમાં ઉત્તર પ્રદેશ અને હરિયાણાના સ્પર્ધકો ગુજરાતના સ્પર્ધકોને ખૂબ જ ટક્કર આપીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.
Published : Feb 4, 2024, 3:19 PM IST
ગીરનારની રાષ્ટ્રીય કક્ષાની આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં હરિયાણાના રાહુલે 58 મિનિટ અને 26 સેકન્ડમાં અંબાજી પર્વત સુધીના સાડા પાંચ હજાર પગથિયા ચળી ઉતરીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. બીજી તરફ સિનિયર ગર્લ્સમાં ઉત્તર પ્રદેશની તામશી સિહે માળી પરબ સુધીના 2200 પગથિયા 33 મિનિટ અને 59 સેકન્ડમાં પાર કરીને મહિલા અને પુરુષ સિનિયર વિભાગમાં પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા. તેવી જ રીતે જુનિયર ભાઈઓમાં હરિયાણાના વિકાસે 01 કલાક 02 મિનિટ અને 36 સેકન્ડમાં તો જુનિયર ગર્લ્સમાં ગુજરાતની જશુએ 36 મિનિટ અને 25 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરીને અનુક્રમે જુનિયર ભાઈઓ અને બહેનોમાં પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા.
હરિયાણા અને યુપીનો દબદબો:16મી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં હરિયાણા અને ઉત્તર પ્રદેશના સ્પર્ધકોનો દબદબો જોવા મળ્યો હતો. સિનિયર ભાઈઓમાં 10 વિજેતા પૈકી 07 ગુજરાત, 02 હરિયાણા અને 01 ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. તેવી જ રીતે સિનિયર બહેનોમાં 06 ગુજરાત, 03 ઉત્તર પ્રદેશ અને 01 હરિયાણાની બહેનનો સમાવેશ થાય છે જુનિયર ભાઈઓમાં 04 ગુજરાત 02 હરિયાણા અને 03 ઉત્તર પ્રદેશની સાથે 01 દિવનો સ્પર્ધક પણ વિજેતા બન્યો છે. જુનિયર બહેનોમાં 03 ગુજરાત 03 ઉત્તર પ્રદેશ અને 04 હરિયાણા ની બહેનોએ વિજય પ્રાપ્ત કર્યો હતો.