ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપમાં ભવાઈ ! કલોલ નગરપાલિકામાં ભાજપના બે જૂથ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી - Kalol municipality

ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. ટેન્ડર પ્રક્રિયાને લઈને ભાજપના બે જૂથ સામે સામે આવી જતાં લાફાવાળી થઈ હતી. 200થી વધુ લોકોનું ટોળું ચેરમેનની ચેમ્બર સુધી ઘૂસી ગયું, જેથી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ધારાસભ્યની ગ્રાન્ટના કામોનું રિ-ટેન્ડરીંગ કરતા બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે, સાથે પ્રજાના કામ ન થતાં હોવાના પર આરોપ લાગ્યા છે.internal clash in kalol bjp

કલોલ નગરપાલિકામાં બબાલ
કલોલ નગરપાલિકામાં બબાલ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2024, 8:50 AM IST

કલોલ નગરપાલિકામાં ભાજપના બે જૂથ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી (ETV Bharat Gujarat)

ગાંધીનગર : કલોલ નગરપાલિકામાં મારામારીના ફિલ્મી દ્રશ્યો સામે આવ્યા હતા. કલોલ નગરપાલિકામાં વિકાસના કામોને સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉથી મંજૂર કરેલા કામોનું ફરીથી રિ-ટેન્ડરીંગ કરતાં વિવાદ થયો હતો. જેમાં પહેલાં ઉગ્ર બોલાચાલી થઈ અને બાદમાં અચાનક લોકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર તૂટી પડ્યાં હતાં. ચેરમેનનો ટપલી દાવ થઈ ગયો હતો.

કલોલ નગરપાલિકામાં બવાલ :ભાજપના બે જૂથ વચ્ચે થયેલી મારામારીની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ધારાસભ્ય દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટના પૈસાના કામોના ટેન્ડર અટકાવતા સમગ્ર વિવાદ થયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી સંભાવના છે. ભાજપના જ બે જૂથ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ હતી.

છૂટ્ટા હાથે મારામારી થઈ :કલોલ નગરપાલિકાનો વિવાદ મારામારી સુધી પહોંચ્યો ત્યારે હાજર લોકો જાણે પોતાનું ભાન ભૂલ્યા હોય તેમ ખુરશી માથે લઈ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે, પ્રજા અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે ત્યારે ફરીથી ટેન્ડરીંગ પ્રક્રિયા કરીને સમય વેડફવામાં આવી રહ્યો છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને લાફો માર્યો : રોષે ભરાયેલા લોકોમાંથી એક વ્યક્તિએ તો ટેબલ પર ચઢીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને લાફો ઝીંકી દીધો હતો. આ સાથે ત્યાં હાજર ટોળામાંથી એક અન્ય વ્યક્તિએ કોર્પોરેટરના પતિને ઉપરા-છાપરી ત્રણ-ચાર તમાચા માર્યા હતા. ગુસ્સે ભરાયેલા ટોળામાંથી એક વ્યક્તિએ તો ખુરશી માથે ઉપાડીને અધિકારીને મારવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

માંડ માંડ મામલો પત્યો : આ સમગ્ર મામલે સૌથી પહેલાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ મરાઠા તેમજ અન્ય અધિકારીઓ સાથે ટોળાની ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન વાત વણસી જતાં હાજર લોકોએ પોતાનો કાબૂ ગુમાવતા મામલો બિચક્યો હતો અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ મારામારીની ઘટના દરમિયાન હાજર અન્ય લોકો નારાબાજી કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ પોલીસ વચ્ચે પડતાં સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

  1. રાજકોટ ભાજપનું ભોપાળું, સસ્પેન્ડ 2 મહિલા કોર્પોરેટરને સદસ્યતા અભિયાનની જવાબદારી
  2. ગુજરાતી સિંગર વિજય સુવાળાની ધરપકડ, મારામારીના કેસમાં ઓઢવ પોલીસે કરી કાર્યવાહી

ABOUT THE AUTHOR

...view details