રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભારત સરકારને રજૂઆત, જાણો શેની કરી રજૂઆત... - Chief Minister Bhupendra Patel - CHIEF MINISTER BHUPENDRA PATEL
સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં શેરડીની ખેતી કરતા ખેડૂતોના ખર્ચને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શેરડીના ટન દીઠ 6000 રૂપિયા ભાવ કરવા ભારત સરકારને ભલામણ કરી છે., Chief Minister Bhupendra Patel recommended to the government

Published : Jun 16, 2024, 5:31 PM IST
સુરત: સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં અંદાજિત 5 લાખ ખેડૂતો ચાર લાખ એકરમાં શેરડીની ખેતી કરે છે. અને શેરડીની ખેતીમાં જે પણ આવક થાય એના પર પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે જે રીતે શેરડીની ખેતીમાં સતત ખેડૂતોને ખર્ચ વધી રહ્યો છે જેને લઇને ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શેરડીના ટન દીઠ 6000 રૂપિયા ભાવ કરવા ભારત સરકારને ભલામણ કરી છે. અને ભારત સરકાર ખાંડની લઘુત્તમ કિંમત પ્રતિકિલો 31થી વધારીને 45 કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું માનવું છે કે જો ખાંડની કિંમત વધે તો જ 6000 રૂપિયા પ્રતિ ટન શેરડીના આપી શકાય. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલ ભારત સરકારને ભલામણને સુરત જિલ્લાના ખેડૂત આગેવાન અને સહકારી નેતા જયેશ પટેલે આવકારી હતી.