ગુજરાત

gujarat

ETV Bharat / state

સિંગાપોર કોન્સ્યુલ જનરલ ચેઓંગ મિંગ ફૂંગ ગુજરાત પ્રવાસે, સીએમ ભૂપેન્દ્ર પટેલને મળ્યા - Cheong Ming Fungus Meat Gujarat CM - CHEONG MING FUNGUS MEAT GUJARAT CM

ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ચેઓંગ મિંગ ફૂંગ અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી. જાણો. Cheong Ming Fungus Meat Gujarat CM

સિંગાપોર કોન્સ્યુલ જનરલ ચેઓંગ મિંગ ફૂંગ ગુજરાત પ્રવાસે
સિંગાપોર કોન્સ્યુલ જનરલ ચેઓંગ મિંગ ફૂંગ ગુજરાત પ્રવાસે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2024, 7:14 PM IST

ગાંધીનગર: ભારત સરકારના નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા ગુજરાતમાં યોજાઇ રહેલી 4થી આર.ઇ. ઇન્વેસ્ટ સમીટમાં સહભાગી થવા સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ચેઓંગ મિંગ ફૂંગ ગુજરાત આવ્યા છે. મુખ્યમંત્રી સાથેની મુલાકાત દરમિયાન તેમણે રિન્યુએબલ એનર્જી સમિટની સફળતા માટે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. તમને જણાવી દઈએ કે, સિંગાપોરના કોન્સ્યુલ જનરલએ ગુજરાત સાથે આર્થિક અને રીન્યુએબલ એનર્જી, અર્બન ડેવલોપમેન્ટ તથા સેમીકોન સેક્ટરમાં સહભાગીતાની ઉત્સુકતા દર્શાવી હતી.

જનરલ ચેઓંગ મિંગ ફૂંગ અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી (Etv Bharat Gujarat)

કોન્સ્યુલ જનરલ ચેઓંગ મિંગ ફૂંગએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં સેમિકન્ડક્ટર માટેની એક સારી ઇકોસિસ્ટમની ક્ષમતા છે. એટલું જ નહીં, સિંગાપોરની પ્રતિષ્ઠિત સેમિકોન કંપનીઝના પ્લાન્ટ માટે રાજ્ય સરકારનો અભિગમ પણ પ્રોત્સાહક છે.'

સિંગાપોર કોન્સ્યુલ જનરલ ચેઓંગ મિંગ ફૂંગ સીએમ ભૂપેન્દ્ર પટેલને મળ્યા (Etv Bharat Gujarat)

એનર્જી સેક્ટરમાં ગુજરાત ઓફશોર વિન્ડ એન્ડ સોલાર એનર્જીમાં મહત્વપૂર્ણ લોકેશન છે તેની પણ તેમણે સરાહના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં સિંગાપોર ગુજરાત વચ્ચે સ્માર્ટ સિટીઝ, અર્બન ડેવલપમેન્ટ, સેમિકોન અને રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણો તથા સબંધો વધુ સુદ્રઢ બનાવવા પરસ્પર વાતચીત-ડાયલોગની પ્રખર હિમાયત કરી હતી.

જનરલ ચેઓંગ મિંગ ફૂંગ અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી (Etv Bharat Gujarat)

સિંગાપોર ગુજરાત વચ્ચે સિંગાપોર એરલાઇન્સ: આ મુલાકાત બેઠક દરમિયાન સિંગાપોર ગુજરાત વચ્ચે સિંગાપોર એરલાઇન્સની વધુ સેવાઓ વિકસાવવા અંગેની માહિતી પણ ચેઓંગ ફૂંગે આપી હતી. આ મુલાકાત બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવો પંકજ જોશી, એમ.કે. દાસ, તેમજ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:

  1. ભાવનગરનું ગૌરવ: રેસલીંગ જુડો ગોલ્ડ મેડલિસ્ટને ભાવનગર સ્ટેટના યુવરાજે આપી અનોખી ભેટ - Wrestling and Judo Gold Medalist
  2. આતિશી માર્લેના બનશે દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી, જાણો કોણ છે આતિશી - Delhi Chief Minister Atishi

ABOUT THE AUTHOR

...view details