સુરત: ડાયમંડ બુર્સની અંદર ખુલ્લા રોડ પર એક કાર અકસ્માતે પલટી થઈ ગઈ હતી. આ કારમાં સવાર ચાર મિત્રો પૈકી એક તરુણીનું ગંભીર ઈજાને પગલે મોત નિપજ્યું હતું. જ્યારે કારચાલક અને અન્ય બે મિત્રો ને સામાન્ય ઈજા થઈ હતી.
ચાર મિત્રો કારમાં ફરવા નીકળ્યા હતા:પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વેસુ વિસ્તારમાં આવેલ પોદાર રેસીડેન્સીમાં સુભાષભાઈ ચૌધરી પરિવાર સાથે રહે છે. સુભાષભાઈ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સુભાષભાઈના સંતાનો પૈકી 18 વર્ષીય પુત્ર રાહુલ, ભગવાન મહાવીર કોલેજમાં અભ્યાસ કરે છે. સુભાષ ક્રેટા કાર (નં-જીજે-05-આર જી-5112) લઈ તેની બિલ્ડિંગમાં રહેતા મિત્રો સાહિલ બાવા, શૌર્ય શર્મા તેમજ વેસુ વિસ્તારમાં આવેલ શિવસાગર રેસીડેન્સીમાં રહેતી 17 વર્ષીય દિશા મયુરભાઈ બોખડિયા સાથે ફરવા ગયા હતા.
દિશાને ગંભીર ઈજા પહોંચી હતી: આ દરમિયાન રાહુલ ચૌધરી કાર ચલાવતો હતો. ચારેય મિત્રો કારમાં ડાયમંડ બુર્સની અંદર બેસવા ગયા હતા. ત્યારે રાહુલ કાર પુર ઝડપે હંકારતો હતો. તે સમયે ડાયમંડ બુર્સની અંદર ખુલ્લા રોડ પર રાહુલે કારમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતે કાર પલટી થઈ ગઈ હતી. જેથી દિશાને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાને પગલે સારવાર માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. સાથે સ્થાનિક અલથાણ પોલીસને જાણ કરાઈ હતી.