બનાસકાંઠા: જિલ્લાના ભાભરમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ અનામત મુદ્દે 26મી જાન્યુઆરીના અનામત મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેમણે જણાવ્યું હતું કે, અનામત માથાનો દુખાવો છે. જોકે, તેવા નિવેદનને લઈને ભાભર સહિત સમગ્ર ગુજરાતમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઈને ભાભર મામલતદારને SC અને OBCના લોકોએ આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.
ભાજપ મહિલા નેતાના નિવેદનથી વિવાદ: બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ભાજપ પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિના અનામત મુદ્દે પ્રદેશ મંત્રીએ જાહેર મંચ પરથી તુષ્ટિકરણ અને વોટબેંકના કારણે અનામત દૂર કરી શક્યા નથી. તેઓએ અનામતને માથાના દુઃખાવા સમાન ગણાવ્યો હતો. નૌકાબેન પ્રજાપતિ એ જાહેર મંચ પરથી આપેલા નિવેદનનો મુદ્દો ગરમાયો છે. જો કે, અનામતના નિવેદનથી ભાભર તાલુકાના SC અને OBC સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એકત્રિત થઈને નારેબાજી કરી, નૌકાબેન પ્રજાપતિના રાજીનામાની માંગ કરી હતી. મામલતદાર કચેરી એ જઈ આવેદનપત્ર આપી અને પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કાર્યવાહી નહીં કરવામાં આવે, તો બંધનું એલાન અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.