ગુજરાત

gujarat

ETV Bharat / state

માંગરોળમાં માયાવતીની BSPએ કોંગ્રેસને બદલે BJPને આપ્યો ટેકો, 25 વર્ષ પછી સત્તા હાંસલ કરશે ભાજપ - MAYAWATI S BSP SUPPORT BJP

માંગરોળ પાલિકામાં BSPનો BJPને મળ્યો સાથ, 25 વર્ષ બાદ ભાજપનું શાસન...

25 વર્ષ બાદ ભાજપનું શાસન
25 વર્ષ બાદ ભાજપનું શાસન (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 19, 2025, 7:17 PM IST

જુનાગઢ:જુનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકામાં ગઈકાલે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 36 બેઠકો પૈકી ભાજપ અને કોંગ્રેસને 15, 15 બેઠકો મળી હતી. બહુજન સમાજ પાર્ટીને 4 આપ અને અપક્ષ ને 1-1 બેઠકો મળી હતી. નગરપાલિકા પર સત્તા કબજે કરવા માટે બહુજન સમાજ પાર્ટીનું સમર્થન મેળવવામાં ભાજપને સફળતા મળી છે. 25 વર્ષ બાદ માંગરોળ નગરપાલિકામાં ભાજપ સત્તાની ડોર બહુજન સમાજ પાર્ટીના ટેકાથી પ્રાપ્ત કરી રહી છે.

માંગરોળ તાલુકામાં બીજેપીને મળ્યો બીએસપીનો સાથ

ગઈકાલે માંગરોળ નગરપાલિકાની 36 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ચૂંટણી પરિણામોને અંતે ભાજપ અને કોંગ્રેસને 15 15 બેઠકો મળી હતી જેમાં બહુજન સમાજ પાર્ટીના ચાર ઉમેદવારો તેમજ આપ અને અપક્ષના એક એક ઉમેદવારો પણ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા માંગરોળ નગરપાલિકામાં સત્તા કબજે કરવા માટે બહુજન સમાજ પાર્ટી આપ અને અપક્ષ ના ટેકાની ભાજપ અને કોંગ્રેસને જરૂર હતી ટેકા વગર કોઈપણ રાજકીય પક્ષ માંગરોળ તાલુકામાં પોતાની સત્તા સ્થાપી શકે તેમ ન હતું જેમાં ભાજપ ને સફળતા મળી અને આજે બીએસપીના ચાર કોર્પોરેટર્સે ભાજપને સમર્થન આપતા 25 વર્ષ બાદ માંગરોળ પાલિકામાં ભાજપનું શાસન જોવા મળી શકે છે.

જુઓ ભાજપ અને બસપા નેતા શું કહે છે. (Etv Bharat Gujarat)

25 વર્ષ બાદ ભાજપનું શાસન

માંગરોળ નગરપાલિકાના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો પાછલા 25 વર્ષથી કોંગ્રેસ અપક્ષ ઉમેદવારોના ટેકાથી નગરપાલિકા માં શાસન ચલાવતી હતી 25 વર્ષ બાદ માંગરોળ નગરપાલિકામાં સત્તાનું કેન્દ્ર અને સત્તા પક્ષ બદલાયા છે બહુજન સમાજ પાર્ટીના ચાર સભ્યો સૈયદ અબ્દુલ્લા હાજી મહંમદ શબાનાબેન અને શકીનાબેન જે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા છે તેઓએ આજે પાર્ટી હાઈ કમાન્ડે નિર્ણય કરતા ભાજપને તેમનું સમર્થન જાહેર કર્યું છે જેને લઈને હવે 25 વર્ષ બાદ માંગરોળ નગરપાલિકામાં ભાજપ નું શાસન જોવા મળી શકે છે બહુજન સમાજ પાર્ટીના ચૂંટાયેલા ચારેય કોર્પોરેટરો અગાઉ ભાજપ સાથે જોડાયા હતા. પરંતુ પાર્ટી માથી ટિકિટ નહીં મળવાને કારણે તેઓ પાર્ટી થી નારાજ હતા અને બીએસપી ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા ચૂંટણી પરિણામોમાં ચારેય ઉમેદવારો વિજેતા જાહેર થતાં આજે તેમણે ભાજપને તેમનું સમર્થન જાહેર કરીને સત્તાના સૂત્રો સુધી ભાજપને પહોંચાડવામાં મદદ કરી છે.

  1. સુરતના નવરાત્રી વખતના ગેંગરેપ કેસમાં ઐતિહાસિક ચુકાદોઃ 13 વાર કુકડો બોલ્યો અને ગુનો સાબિત થયો
  2. કચ્છના દિવ્યાંગનો બિઝનેસ આઈડિયા ફળ્યોઃ જાણો કેવી રીતે કરે છે રોજનું 25-30 હજારનું ટર્નઓવર

ABOUT THE AUTHOR

...view details