ભાવનગર :રીક્ષા ચાલક રાત-દિવસ મહેનત કરીને પોતાની રોજીરોટી મેળવતા હોય છે. ક્યારે કેવો પેસેન્જર મળી જાય તેનો ખ્યાલ ચાલકને હોતો નથી. પ્રતિકભાઈ નામના રીક્ષા ચાલકને એક પેસેન્જર એવો મળી ગયો કે ભાડું માંગ્યું તો રીક્ષાનો કાચ તોડી નાખ્યો. એટલું નહીં પોલીસ સ્ટેશનના દરવાજા સામે જ પેસેન્જરે કાચ તોડ્યો. પછી ખબર પડી કે પેસેન્જર ચોર છે. જાણો સમગ્ર મામલો
ભાવનગરમાં પોલીસ સ્ટેશન સામે દાદાગીરી, ભાડું માંગ્યું તો મુસાફરે રીક્ષાનો કાચ તોડ્યો - BHAVNAGAR CRIME
ભાવનગરમાં એક રીક્ષા ચાલકે ભાડું માંગ્યું તો મુસાફરી કરનારે ભાડાના બદલામાં રીક્ષામાં નુકશાન કરી નાખ્યું હતું. જાણો સમગ્ર મામલો
Published : Oct 16, 2024, 9:29 AM IST
|Updated : Oct 16, 2024, 10:56 AM IST
પોલીસ ચોકી સામે દાદાગીરી :ભાવનગરના રીક્ષા ચાલક પ્રતિકભાઈ ગોહેલે રૂપમ ચોકથી એક શખ્સને બેસાડ્યો અને ભાડું ઉતારવા ઘોઘારોડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પછી જે થયું તે જણાવતા રીક્ષાચાલક પ્રતિકભાઈએ કહ્યું કે, રૂપમ ચોકથી રીક્ષામાં એક પેસેન્જરને લઈને બી ડીવીઝન લાવવાનો હતો. ભાડું માંગ્યું તો સીધો કાચ ફોડી નાખ્યો, પોલીસ ચોકીના દરવાજે બન્યો બનાવ છે. 40 રૂપિયા ભાડું નક્કી થયું હતું.
આરોપી નીકળ્યો ચોર :આ અંગે Dysp આર. વી. ડામોરે જણાવ્યું કે, ગઈકાલ રાત્રે 8:30 થી 9:30 ના વચ્ચે ફરિયાદી પ્રતિકભાઈ ગોહિલ અને સચિન મકવાણા, જે પોતે રિક્ષાચાલક છે. રીક્ષા ચાલકે ભાડું માંગતા મુસાફર સોમાભાઈએ એકદમ ઉશ્કેરાઈને બાજુમાં પડેલો પથ્થર લઈને રીક્ષાના કાચ પર મારી દીધો, તેથી કાચ તૂટી જતા રીક્ષા ચાલકને રૂ. 1 હજારનું નુકસાન થયું હતું. તે બાબતે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો અને આરોપીને પણ હસ્તગત કર્યો છે. આરોપી ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે. થોડા દિવસ પહેલા તેને રીક્ષા ચોરીના ગુનામાં પકડવામાં આવ્યો હતો.