ગુજરાત

gujarat

ETV Bharat / state

હથિયારો સાથે પોસ્ટ મૂકશો તો ભરાશો, પોલીસે 3 યુવાનોની 'શાન' ઠેકાણે લાવી - ACTION AGAINST YOUTH

ભાવનગર શહેરમાં 2 યુવકો અને ગ્રામ્ય વિસ્તારમાંથી એક યુવકને હથિયાર સાથે પોસ્ટ મૂકવાને પગલે SOG પોલીસે ત્રણેય યુવકોને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરી છે.

હથિયાર સાથે પોસ્ટ મૂકવાને પગલે  SOG પોલીસે ત્રણેય યુવકોને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરી
હથિયાર સાથે પોસ્ટ મૂકવાને પગલે SOG પોલીસે ત્રણેય યુવકોને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 4, 2024, 1:20 PM IST

Updated : Dec 4, 2024, 3:44 PM IST

ભાવનગર: આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર હથિયાર સાથે રીલ્સ અને ફોટો મૂકવાનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. ત્યારે ભાવનગર શહેરમાં 2 યુવકો અને ગ્રામ્ય વિસ્તારમાંથી એક યુવકને હથિયાર સાથે પોસ્ટ મૂકવાને પગલે SOG પોલીસે ત્રણેય યુવકોને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયામાં હથિયાર સાથે રીલ્સ બનાવતા પહેલા યુવકોએ ચેતી જવું જરૂરી બન્યું છે.

હથિયાર સાથે રીલ બનાવવી મોંઘી પડી: ભાવનગરની SOG પોલીસ સોશિયલ મીડિયા ઉપર બાઝ નજર રાખી રહી છે. સમાજમાં લોકોમાં ડર ઉભો થાય તેવા પ્રકારની પોસ્ટ કરનારાઓ સામે ધોરણસરની કાર્યવાહી SOG પોલીસ કરી રહી છે. ભાવનગર પોલીસે શહેરમાંથી 2 યુવકોને હથિયાર સાથે પોસ્ટ મૂકવાને પગલે ઝડપી લીધા છે, જ્યારે 1 શખ્સને જિલ્લામાંથી હથિયાર સાથે વિડીયો બનાવવાને પગલે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

હથિયાર સાથે પોસ્ટ મૂકવાને પગલે SOG પોલીસે ત્રણેય યુવકોને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરી (Etv Bharat Gujarat)

કોણ કોણ ઝડપાયા રીલ બનાવવાના ચક્કરમાં: સોશિયલ મીડિયા ઉપર હથિયાર સાથે વિડીયો બનાવવો ગેરકાયદેસર હોવાને કારણે ભાવનગરની SOG પોલીસે શહેરમાંથી 30 વર્ષીય અર્જુન ઉર્ફે શિખાવત બીપીનભાઈ મકવાણા નામના યુવકને હથિયાર સાથે પોસ્ટ મૂકવા બદલ ઝડપીને કાર્યવાહી કરી છે. આ સાથે પોલીસે શહેરમાંથી વધુ એક યુવક સૌરવ રાજુભાઈ ચૌહાણને હથિયાર સાથે પોસ્ટ મૂકવાને પગલે ઝડપી લીધો છે. પોલીસે શહેરમાં રહેતા બંને સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

હથિયાર સાથે પોસ્ટ મૂકવાને પગલે SOG પોલીસે ત્રણેય યુવકોને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરી (Etv Bharat Gujarat)
હથિયાર સાથે પોસ્ટ મૂકવાને પગલે SOG પોલીસે ત્રણેય યુવકોને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરી (Etv Bharat Gujarat)

ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપાયો યુવક: ભાવનગર પોલીસે શહેરમાંથી 2 યુવકોની સાથે વધુ 1 યુવકને ગ્રામ્ય વિસ્તારમાંથી સોશિયલ મીડિયા ઉપર હથિયાર સાથે પોસ્ટ મૂકવાને પગલે ઝડપી લીધો છે. ભાવનગર જિલ્લાના સિહોરના સરવડી ગામે રહેતા 20 વર્ષીય શૈલેષ ભરતભાઈ ચૌહાણને હથિયાર સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બદલ ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરી છે. જો કે, 3 ઝડપાયેલા આ યુવકો પૈકી અર્જુન ઉર્ફે શિખાવત બીપીનભાઇ મકવાણા, ભાવનગરના રાણિકાના રહેવાસી યુવાન અગાઉ 3 જેટલા ગુનાઓ કર્યા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો:

  1. ભાવનગર મનપાએ સરકાર પાસે માંગ્યા 99 કરોડ રૂપિયા, જાણો શું છે 'સ્પેશિયલ પ્રોજેક્ટ'
  2. ભાવનગરથી દ્વારકાના નવનિર્મિત હાઇવે પર લોકોના માથે નાચતું મોત, ગ્રામજનો દ્વારા ચક્કાજામ
Last Updated : Dec 4, 2024, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details