ભાવનગરઃ શહેરની મેડિકલ કોલેજ ખાતે ઈન્ટર્ન્સ ડોક્ટર્સ દ્વારા પોતાની માંગને પગલે પ્રદર્શન કરવામાં આંવ્યુ હતું. ઈન્ટર્ન્સ ડોક્ટર્સે સ્ટાઈપેન્ડ મુદ્દે લેખિતમાં રજૂઆત કરી હતી. સ્ટાઈપેન્ડનો મુદ્દો લાંબા સમયથી ગૂંચવાયેલો હોવાથી આજે ઈન્ટર્ન્સ ડોક્ટર્સ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભાવનગરના ઈન્ટર્ન્સ ડોક્ટર્સ દ્વારા સ્ટાઈપેન્ડ મુદ્દે પ્રદર્શન, લેખિતમાં કરી રજૂઆત - Bhavnagar News - BHAVNAGAR NEWS
ભાવનગર મેડિકલ કોલેજના ઈન્ટર્ન્સ ડોક્ટર્સ પોતાની સેવા સરકારી હોસ્પિટલમાં આપતા હોય છે. આ ઈન્ટર્ન્સ ડોક્ટર્સને મળવા પાત્ર સ્ટાઈપેન્ડનો મુદ્દો લાંબા સમયથી ગૂંચવાયેલો રહેતા તેમણે પ્રદર્શન કરીને પોતાની માંગ રજૂ કરી હતી.
Published : Jun 11, 2024, 5:54 PM IST
મેડિકલ કોલેજ ખાતે પ્રદર્શનઃ ભાવનગર શહેરની એક માત્ર મેડિકલ કોલેજ ખાતે ઈન્ટર્ન્સ ડોક્ટર્સે તેમના સ્ટાઈપેન્ડ મુદ્દે પ્રદર્શન કર્યુ હતું. મેડિકલ કોલેજના દરવાજે ઈન્ટર્ન્સ ડોક્ટર્સ દ્વારા દેખાવો યોજવામાં આવ્યા હતા. સ્ટાઈપેન્ડનો મુદ્દો લાંબા સમયથી ગૂંચવાયેલો જેના માટે પ્રદર્શન કરવું પડે તેને ઈન્ટર્ન્સ ડોક્ટર્સે અયોગ્ય ગણાવ્યું હતું.
લેખિત રજૂઆતઃ ભાવનગરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ઈન્ટર્ન્સ ડોક્ટર્સે પ્રદર્શન યોજ્યા બાદ મેડિકલ કોલેજના ડીન એચ. બી. મહેતાને લેખિતમાં રજૂઆત કરી હતી. ઈશાન કોટક નામક ઈન્ટર્ન્સ ડોક્ટરે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતની સાથે આજે તેઓ પણ મેડિકલ કોલેજ ખાતે પ્રોટેસ્ટ કરી રહ્યા છે. દર 3 વર્ષે સ્ટાઈપેન્ડ વધારવાનું હોય જે વધારવામાં નહીં આવતા ના છૂટકે અમારે પ્રોટેસ્ટ કરવું પડી રહ્યું છે. સ્ટાઈપેન્ડ વગર માંગે આપી દેવું જોઈએ. ભાવનગર શહેરની એક માત્ર મેડિકલ કોલેજ ખાતે ઈન્ટર્ન્સ ડોક્ટર્સે તેમના સ્ટાઈપેન્ડ મુદ્દે પ્રદર્શન કર્યુ હતું. મેડિકલ કોલેજના દરવાજે ઈન્ટર્ન્સ ડોક્ટર્સ દ્વારા દેખાવો યોજવામાં આવ્યા હતા. સ્ટાઈપેન્ડનો મુદ્દો લાંબા સમયથી ગૂંચવાયેલો જેના માટે પ્રદર્શન કરવું પડે તેને ઈન્ટર્ન્સ ડોક્ટર્સે અયોગ્ય ગણાવ્યું હતું.