ભાવનગર : ધોરણ 10ના ગણિતના પેપર આપ્યા બાદ વિદ્યાર્થીઓને ગણિતનું પેપર કેવું ગયું તે જાણવાની ઇતેન્ઝારી હોવાથી એકમેકને પૂછપરછ કરતાં હોય છે. ગણિતનું પેપર વિદ્યાર્થીઓને પરસેવો પડાવનારું રહ્યું કે આસાનીથી પૂરું થયું તે જાણવા ઈટીવી ભારત દ્વારા ભાવનગરની એક શાળાના પરીક્ષા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે ગણિતનું પેપર તેમનું કેવું રહ્યું તે વિશે વિદ્યાર્થીઓનો અભિપ્રાય સાંભળવા મળ્યો હતો. ગણિતનું પેપર આપીને બહાર આવેલા ધોરણ 10ના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
Gujarat Board Exam : ધોરણ 10નું ગણિતનું પેપર આપ્યા બાદ વિદ્યાર્થીઓએ શું કહ્યું? - Class 10 Maths Paper Reaction
રાજ્યમાં હાલ ગુજરાત બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં ભાવનગરમાં ધોરણ 10માં ગણિતનું પેપર કેવું રહ્યું તે અંગે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ગણિતનું પેપર કેવું લાગ્યું તે જાણો તેમની જ પાસેથી.
Published : Mar 13, 2024, 8:10 PM IST
કેપીએસ શાળાના વિદ્યાર્થીઓએ આપ્યો અભિપ્રાય : સમગ્ર ગુજરાતમાં ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે આજે બુધવારે ત્રીજું પેપર ગણિતનો હતો. ગણિતને લઈને ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં વધારે હાવ જોવા મળતો હોય છે. ત્યારે ગણિતનું પેપર પૂર્ણ થયા બાદ ઈટીવી ભારતએ પરીક્ષા આપીને બહાર આવેલા વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત કરી હતી. ભાવનગરની કેપીએસ શાળા કેન્દ્રમાંથી ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગણિતનો પેપર આપીને બહાર આવ્યા બાદ તેમના ચહેરા ઉપર ક્યાંક તો ખુશી જોવા મળતી હતી. જો કે ગણિતનું પેપર કેવો લાગ્યો તે આપણે ચાલો વિદ્યાર્થીઓ પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો.
સમગ્ર રાજ્યમાં 15.39 લાખ વિદ્યાર્થીઓ: ઉલ્લેખનીય છે કે 11 માર્ચથી સમગ્ર રાજ્યમાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરુ થઇ છે જેમાં ધોરણ-10 અને 12ની પરીક્ષાઓને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા તમામ પ્રકારે સુચારુ આયોજન કરવામાં આવ્યાં છે. 15.39 લાખ વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપા રહ્યાં છે. 1.65 લાખ વિદ્યાર્થીઓ રિપિટર તરીકે પરીક્ષા આપી રહ્યાં છે. જયારે 130થી વધુ કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપી રહ્યાં છે. 4 જેલ કેન્દ્રો પર પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.