ભાવનગર: ગુજરાતમાં ભાવનગરની પ્રાથમિક સરકારી શાળાઓમાં લાઈબ્રેરી શરૂ કરવા મહાનગરપાલિકાએ એક સુંદર ડગલું માંડ્યું છે. ભાવનગર મહાનગરપાલિકાની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની 68 જેટલી શાળાઓ છે જેમાં એક પણ સ્માર્ટ લાઈબ્રેરી નથી ત્યારે મહાનગરપાલિકાએ 68 માંથી કેટલીક શાળાઓને સ્માર્ટ લાઈબ્રેરી માટે 1.22 કરોડની ફાળવણી કરી છે. આ સ્માર્ટ લાઈબ્રેરીઓ ડિજિટલ લાઈબ્રેરીઓ બનવા જઈ રહી છે, ત્યારે શુ સુવિધાઓ હશે અને હાલની સ્થિતિ વાંચન ક્ષેત્રે શાળાઓમાં શુ છે ચાલો જાણીએ.
હાલમાં કેટલી શાળા અને પુસ્તકાલયની સ્થિતિ:મહાનગરપાલિકા હસ્તકની શિક્ષણ સમિતિના શાસનાધિકારી મુંજાલ બડમલીયાએ જણાવ્યું હતું કે, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત આપડી 68 જેટલી શાળાઓ છે. શાળાઓની અંદર વર્ષોથી બાળ પુસ્તકાલય અને શાળા પુસ્તકાલયની વ્યવસ્થા સરકાર દર વર્ષે કરવામાં આવે છે અને જેની અંદર પુસ્તકો સતત અપડેટ થતા રહે છે. હાલ બાળકોને વાંચી શકાય પ્રાથમિક શાળા બાળકોને એના માટે થઈને પુસ્તકો દરેક શાળામાં વસાવવામાં આવેલ છે અને જેને વાંચન બાળકો દ્વારા નિયમિત શાળાઓ દ્વારા પુસ્તકો વિતરણ કરીને કરાવવામાં આવે છે.
68 માંથી કેટલી સ્માર્ટ લાઈબ્રેરીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નવું:શાસનાધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં જે મહાનગરપાલિકા ભાવનગર દ્વારા 32 જેટલી સ્માર્ટ લાઈબ્રેરી બનાવવા માટેનું પ્લાનિંગ થઈ ગયું છે અને એનું પ્રોસેસમાં પણ ચાલુ છે તો આજે 32 જેટલી લાઇબ્રેરી છે એ સ્માર્ટ લાઈબ્રેરીના રૂપમાં એ લોકો બનાવવાના છે કે જે શાળાઓની અંદર જગ્યા ઉપલબ્ધ છે ત્યાં આગળ નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી અને ત્યાં આગળ એ લોકો સ્માર્ટ લાઈબ્રેરીને કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને સુવિધા ઉભી કરાવવાના છે જે શાળાઓની અંદર જગ્યા ઉપલબ્ધ નથી ત્યાં આગળ એમની શાળાની અંદર રહેલા વધારાના ઓરડાની અંદર એ લોકો આખું સ્માર્ટ લાઈબ્રેરીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી દેવાના છે એટલે આવી રીતના 32 જેટલી લાઈબ્રેરી મહાનગરપાલિકા દ્વારા શાળાઓને મળવાની છે.
સ્માર્ટ લાઇબ્રેરીમાં ઓનલાઈન પુસ્તક મેળવવાની તક: શાસનાધિકારીએ વધુમાં કહ્યું હતું કે, જેની અંદર બાળકો વાંચી શકે એવું સાહિત્ય ઉપલબ્ધ થશે, સાથે સાથે બાળકો સર્ફિંગ કરી E લાઈબ્રેરીના માધ્યમથી પણ પુસ્તકો મેળવી શકે એવી પણ સુવિધા ઉભી કરવાના છે. આ ઉપરાંત અન્ય જે ભાવનગરના નાગરિકો છે એ પણ ઉપયોગ કરી શકે એવી પણ લાઇબ્રેરીનો કોન્સેપ્ટ છે એટલે આ 32 જેટલી સ્માર્ટ લાઈબ્રેરી જો અમારી શાળામાં ઉપયોગ થઈ જશે તો શાળાઓમાં નજીકની શાળાઓને પણ એનો લાભ મળશે અને વિદ્યાર્થીઓને ભવિષ્યની અંદર સારું વાંચન સાહિત્ય અને વાંચવા માટેની એક સારી સુવિધા પૂરી થશે.