ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં 'મિની IPL'નું આયોજન, 12-13 વર્ષના 'ક્રિકેટર્સ'નું માતા-પિતાની હાજરીમાં ઓક્શન - BHAVNAGAR MIVA PREMIER LEAGUE

IPLની જેમ ઓક્શન પદ્ધતિથી ભાવનગરમાં રમાનાર ક્રિકેટ લીગ મેચોને પગલે ઓક્શન કરવામાં આવ્યું હતું.

ભાવનગરમાં 'મિની IPL'નું આયોજન
ભાવનગરમાં 'મિની IPL'નું આયોજન (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 16, 2025, 7:20 PM IST

ભાવનગર: ભાવનગર શહેરમાં અંડર-14ના બાળકોને પ્રોત્સાહન આપવા અંગે આગામી ફેબ્રુઆરીમાં મિવા પ્રિમયર લીગ રમાવા જઈ રહી છે. અંડર 14માં રમતા ખેલાડીઓનું બીડ પોઇન્ટ પર ઓક્શન થયું હતું. ઓક્શન શા માટે અને લીગ મેચને પગલે જય શિવરાયના ફાઉન્ડરે માહિતી પૂરી પાડી હતી. જાણો

IPLની જેમ ઓક્શન પદ્ધતિથી ભાવનગરમાં રમાનાર ક્રિકેટ લીગ મેચોને પગલે ઓક્શન કરવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી માસમાં મિવા પ્રિમયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતા ઓક્શન ગોઠવાયું હતું. બીડ પદ્ધતિથી પ્લેયરોની ખરીદી થઈ હતી. નવીન વાત એ છે કે પ્લેયર અંડર-14ના છે અને તેમના માટે એક ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. પ્લેયરોમાં ઉત્સાહ અને જોશ ઓક્શન દરમ્યાન જોવા મળ્યો હતો. ભાવનગરમાં આ પ્રથમ વખત બનતા ચર્ચા પણ જોરશોરથી છે.

ભાવનગરમાં 'મિની IPL'નું આયોજન (ETV Bharat Gujarat)

ઓક્શન માટે ખેલાડીઓને વાલી સાથે બોલાવ્યા
ભાવનગર શહેરમાં આગામી ફેબ્રુઆરીમાં મિવા પ્રિમયર લીગ અંડર 14ના બાળકો માટે યોજાવા જઇ રહી છે. ચાર ટીમો માટે ચાર ઓનર મળ્યા હતા. શહેરની કેપીએસ કોલેજના હોલમાં 48 અંડર 14ના ખેલાડીઓને માતાપિતા સાથે બોલાવવામાં આવ્યા હતા. આ બાળકો અગાઉથી ક્રિકેટ ક્ષેત્રે જોડાયેલા હોય તેવા બાળકો હતા. દરેક ખેલાડીનું બાદમાં ઓક્શન બીડ પદ્ધતિથી શરૂ કરવામાં આવ્યું હતું. બે કલાક સુધી ખેલાડીઓની ખરીદી થઈ હતી. સમગ્ર ઓક્શન શહેરમાં પ્રથમ વખત હોવાથી અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.

ભાવનગરમાં 'મિની IPL'નું આયોજન (ETV Bharat Gujarat)

કઈ ટીમોએ કરી ખરીદી અને ક્યારે રમાશે લીગ
જય શિવરાય ક્રિકેટ ક્લબના ફાઉન્ડર જીતેન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે, મિવા પ્રીમિયર લીગ 2025 અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. જે 6થી લઈને 9 ફેબ્રુઆરી વચ્ચે રમાવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટની અંદર કુલ 48 પ્લેયરે પોતાની જાતને રજીસ્ટર કરાવેલા અને આજે એમને ઓકશનમાં અલગ અલગ ચાર ફ્રેન્ચાઇઝી ટીમ દ્વારા ખરીદવામાં આવ્યા છે. આપણી જે ચાર ફ્રેન્ચાઇઝી ટીમ છે પર્લ પેન્થર, શાંતિ સ્ટ્રાઈકર, કેસરી કીંગ અને RD ગ્લેડીએટર કે આ 14 વર્ષથી નીચેના જે પ્લેયર છે તે લોકોની ઓક્શન મારફત ખરીદી થઈ છે.

મેચનું લાઈવ પ્રસારણ પણ કરી પ્રોત્સાહિત કરાશે
જીતેન્દ્ર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, 14 વર્ષથી નીચેના પ્લેયર માટે ભાવનગરની અંદર આ પહેલું જ આવું આપણે પ્લેટફોર્મ આપવા જઈ રહ્યા છીએ. જે પ્લેટફોર્મની અંદર ઓકશન એટલે કે પ્લેયર ડ્રાફ્ટની સાથે પ્લેયર્સોને ચાર અલગ અલગ ટીમની અંદર વેચવામાં આવ્યા છે અને આ ટુર્નામેન્ટ જે છે. એ આવનારા સમયની અંદર જ્યારે રમાશે ત્યારે લાઈવ ટુર્નામેન્ટ થશે. જે ટોટલી ગ્લોબની અંદર લાઈવ નિહાળી શકશે. આ ટુર્નામેન્ટ રમવાની તેમાં કલર ડ્રેસીસ છે, આ તબક્કે હું ભાવનગરની તમામ જનતાને અનુરોધ કરીશ કે આ ટુર્નામેન્ટ જોવા માટે આ બાળકો જે નાના છે, 14 વર્ષથી નીચેના એ લોકોને નિહાળવા માટે વધુને વધુ આવી અને તેમને પૂરું પ્રોત્સાહન આપે.

ભાવનગરમાં 'મિની IPL'નું આયોજન (ETV Bharat Gujarat)

બીડ પદ્ધતિથી ઓક્શનનું કારણ શું?
જીતેન્દ્ર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને જે બીડથી ઓક્શન થાય છે તેથી બાળકને પોતાની હાલની ક્ષમતા જે છે એ ખબર પડે છે અને સાથે સાથે રમવા માટે એને એની ક્ષમતા પૂરેપૂરી સાથે રમવું પડશે. જે બીડ ઉપર એક પોઇન્ટ ઉપર ગયો છે, એ પ્રૂવ કરવો પડશે. એટલે એની માટે પણ એક ચેલેન્જ હશે. 13 વર્ષનું બાળક છે અત્યારના સમય આપણે એમ કહીએ તો 13 વર્ષના બાળકને શું ચેલેન્જ પણ હું એમ માનું છું કે આપણે એમ કહીએ કે ભાઈ 14 વર્ષની ઉંમરે સચિન તેંડુલકર ઇન્ડિયા રીપ્રેઝન્ટ કરી શકતો હોય તો આ 13 વર્ષ કે 12 વર્ષની ઉંમરે શું કામ ના કરી શકે.

આ પણ વાંચો:

  1. સુરતઃ પ્રેમિકાની ઈચ્છા પ્રેમી માટે જેલના દરવાજા ખોલી ગઈ, ઈચ્છાપૂર્તિ કરવામાં યુવકે કર્યું કારસ્તાન
  2. નિવૃત્ત આર્મીમેન સાથે સાયબર ફ્રોડ, નવી ટ્રિકથી ખાતામાં 11 કરોડ બતાવીને 1.81 કરોડ પડાવી લીધા

ABOUT THE AUTHOR

...view details