ભાવનગર:આજના આધુનિક સમસાયમાં નાના રોગ અંગે હોસ્પિટલમાં દોડી જતા લોકોને પોતાની પ્રકૃતિનો ખ્યાલ નહીં હોવાથી તેઓ દરેક પ્રકારનો ખોરાક આરોગતા હોય છે. પરંતુ રોગનું મૂળ કારણ જ ખોરાક હોય તો શું કરવું ? જો તમે તમારી પ્રકૃતિને કયો ખોરાક અનુકૂળ નથી તે જાણીને અનુસરો તો તમને કોઈ રોગ થશે નહીં. આ માટે કોઈ સર્જરી, દવા કે ચેકઅપ નથી કરવાનું પણ માત્ર સવાલના જવાબ સાચા આપવાના છે.
સમગ્ર દેશમાં પ્રકૃતિ પરીક્ષણ નામનો અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે (Etv Bharat Gujarat) મનુષ્યના જન્મથી લઈને યુવાની સુધી માતા-પિતાને પોતાના બાળકનો કોઠો એટલે કે પ્રકૃતિ ખબર હોય છે. પરંતુ યુવાની બાદ વ્યક્તિ પોતે જે ભોજન આરોગતો હોય તેમાં ઘણી વખત નાની મોટી સમસ્યાઓ રોગ સ્વરૂપે ઉદ્ભવે છે. વ્યક્તિ પોતાની પ્રકૃતિને જાતે જાણીને કયું ભોજન લેવાય અને કયું ન લેવાય તે જાણી લે તો તેના સ્વાસ્થ્ય માટે આ માહિતી ઘણી મહત્વપૂર્ણ જાણકારી સાબિત થઈ શકે છે. અને આ બાબત તમે જાણી શકો છો તે પણ માત્ર 22 પ્રશ્નના સાચા જવાબ આપીને.
વાત, પિત્ત, કફ શું છે તમારી વૃત્તિ (Etv Bharat Gujarat) એક એપ્લિકેશનથી તમારી પ્રકૃતિ જાણી શકાય: તાપિબાઈ હોસ્પિટલના આરએમઓ ડૉ. હરીશ બી. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, "તાપીબાઈ સરકારી હોસ્પિટલ ખાતે અત્યાર સુધી અમે લગભગ 3000 લોકોના પ્રકૃતિ પરીક્ષણ પૂર્ણ કર્યા છે. 26 નવેમ્બર 2024 થી ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં પ્રકૃતિ પરીક્ષણ નામનો અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત દરેક નાગરિકે પ્લે સ્ટોરમાં જઈ એક એપ ડાઉનલોડ કરવાની હોય છે જે સરકાર માન્ય છે.
માત્ર 22 સવાલોથી જાણો તમારી પ્રકૃતિ (Etv Bharat Gujarat) કઈ રીતે થાય પ્રકૃતિ પરીક્ષણ:ડૉ. હરીશ ગૌસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, 'એપ ડાઉનલોડ કર્યા પછી તેમાં મોબાઈલ નંબર નાખી એક ઓટીપી આવે છે, એ ઓટીપી નાખવાથી તમારું રજીસ્ટ્રેશન થઇ જાય છે. ત્યારબાદ તેના આધારે એક ક્યુઆર કોડ જનરેટ થાય છે. કયુઆર કોડ જનરેટ થયા પછી એક વોલિયન્ટર ડૉક્ટર તરીકે હોય છે જે તમને આ તમામ બાબતે મદદ કરે છે આ વોલિયન્ટર ટીચર, કોલેજ ટીચર પણ હોઈ શકે છે.'
માત્ર 22 સવાલોથી જાણો તમારી પ્રકૃતિ (Etv Bharat Gujarat) 22 સવાલોમાં કેવા સવાલો પુછાય: ડૉ. હરીશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, 'ટીચર કયુઆર કોડ સ્કેન કરે છે અને તેમાં દર્દીને તેના અનુરૂપ 22 પ્રકારના પ્રશ્નો એપમાં દર્શાવવામાં આવે છે. જેમ કે ચામડીનો કલર કેવો છે, નખનો કલર કેવો છે, સ્કિનનો કલર કેવો છે. રસમાં પણ તીખો રસ, મધુર રસ, મીઠો રસ, કડવો રસ કયો વધારે ભાવે છે. આ પ્રકારના 22 પ્રકારના વિવિધ પ્રશ્નો હોય છે જેના આધારે છેલ્લે તમારી પ્રકૃતિ નક્કી થાય છે. વાત, પિત્ત, કફ નક્કી થાય છે. જેના આધારે એક પીડીએફ જનરેટ થાય છે જેમાં તમારે શું ખાવું, શું ન ખાવું અને એના આધારે તમે કઈ રીતે સ્વસ્થ રહી શકશો તેનું આખું ડિટેલિંગ આપવામાં આવે છે.'
જાણો તમારા સ્વસ્થ માટેની આ જરૂરી વિગતો (Etv Bharat Gujarat) પ્રકૃતિ પરીક્ષણ કરાવનારની જુબાની:ભાવનગરની આયુર્વેદ હોસ્પિટલમાં ચેક અપ માટે આવેલા જગદીશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અહીં અમને પ્રશ્નોના જવાબ આપવાનું કહેવામાં આવ્યું કે શરીરને લગતા તમારે કઈ એલર્જી છે, તમને શું ખાવાથી શું થાય છે. પ્રશ્નોના જવાબ આપ્યા બાદ એના ઉપરથી અમને એક પીડીએફ આપવામાં આવ્યું. સર્ટિફિકેટ આપ્યું છે કે તમને કફ છે કે પિત્ત છે અને તેની શુ અસર થાય છે તમારા શરીર પર. બીજી માહિતી આપી કે કયા પ્રકારનો ખોરાક લેવાથી તમને શરીરમાં શું અસર થશે. એટલે આપણને ખ્યાલ આવે કે કયો ખોરાક એવોઇડ કરવો જોઈએ. બીપી, ડાયાબિટીસ, જેવા રોગ આપણને થાય કે નહીં એ જણાવા માટે આ ખુબ સરસ માહિતી છે.
વાત, પિત્ત, કફ શું છે તમારી વૃત્તિ (Etv Bharat Gujarat) માત્ર 22 સવાલોથી જાણો તમારી પ્રકૃતિ (Etv Bharat Gujarat) આ પણ વાંચો:
- ભુજનો 477મો સ્થાપના દિવસ: પ્રાગ મહેલમાં પરંપરા રીતે ખીલી પૂજન કરવામાં આવ્યું
- શિયાળામાં ગુણકારી લીલા શાકભાજીનો રસ ખાસ પીવો, જાણો તેના ફાયદા અને પીવાનો ચોક્કસ સમય