ભરુચ : ભરૂચ જિલ્લામાંથી દાયકાઓથી હવાલકાંડ અને ગેરકાયદે ફોરેન કરન્સી એક્સચેન્જના કૌભાંડ સમયાંતરે સામે આવતા રહ્યા છે. આગામી ચૂંટણીને લઈ પોલીસ વિભાગ તમામ સંદિગ્ધ અને ગેરકાનૂની ગતિવિધિઓ પર વોચ રાખી રહ્યું છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઇન્સ્પેકટર આંનદ ચૌધરીને મળેલી માહિતીના આધારે તેઓએ ટીમ સાથે શહેરના મહંમદપુરામાં દરોડો પાડ્યો હતો. વલિકા શોપિંગમાં ભરૂચ ફોરેક્ષ નામની દુકાનનો મનુબર ગ્રીન પાર્કમાં રહેતો સંચાલક મોહમદ તલહા ઇબ્રાહિમ પટેલ ગેરકાયદે એક્સચેન્જમાં ઝડપાઇ ગયો હતો.
ભરૂચના મહમંદપૂરા વિસ્તાર તેમજ પાલેજ રીક્ષા સ્ટેન્ડ સામે આવેલ હાઈ ક્રોસ કોમ્પ્લેક્ક્ષમાં આવેલ એક્ષપ્રેસ મની ટ્રાન્સફર નામની દુકાનમાં ટંકારીયા ગામના રહેવાસી મહંમદ આરીફ નામનો ઈસમ ગેરકાયદે વિદેશી નાણું એક્ષચેન્જ કરી ભારતીય કરન્સી આપતો હોવાની બાતમીના આધારે એસ, ઓ, જી દ્વારા તપાસ કરવામાં આવી હતી. મામાલે મહમ્મદ આરીફ યુનુસ ભાઇ પટેલની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની 500ના દરની થોકડીઓ તથા જુદી જુદી વિદેશી કરન્સીના અલગ અલગ દરની તેમજ મોબાઈલ મળી કુલ 17 લાખ 79 હજાર 372 નૉ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યાં હતાં.જેનોે કોઈ સંતોષકારક જવાબ ન આપતાં બંને ઈસમોની ધરપકડ કરી કુલ 56 લાખ ઉપરાંતનૉ મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..ચિરાગ દેસાઈ ( ડીવાયએસપી, ભરૂચ )