ગુજરાત

gujarat

ETV Bharat / state

અમિત શાહે એવું તો શું કહ્યું કે બાંગ્લાદેશ ગુસ્સે ભરાયો, જાણો સમગ્ર મામલો... - Bangladesh on Amit Shah

ગૃહમંત્રી અમિત શાહે બાંગ્લાદેશીઓ અંગે એક નિવેદન આપ્યું છે, જેનાથી બાંગ્લાદેશ ગુસ્સે ભરાયો છે. બાંગ્લાદેશે કહ્યું કે તે અમિત શાહના નિવેદન સાથે સહમત નથી. જાણો શું છે અમિત શાહનું નિવેદન અને સમગ્ર મામલો...

ગૃહમંત્રી અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 24, 2024, 9:25 PM IST

નવી દિલ્હી :ભારતના ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર બાંગ્લાદેશે કડક ટિપ્પણી કરી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતના ગૃહમંત્રી અમિત શાહે આપણા દેશના નાગરિકોને લઈને જે પણ નિવેદન આપ્યું છે, અમે સખત વિરોધ કરીએ છીએ. બાંગ્લાદેશે પણ ભારતના હાઈ કમિશનરને ફોન કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

અમિત શાહનું નિવેદન :ચાલો પહેલા જાણીએ કે અમિત શાહે શું કહ્યું હતું. ઝારખંડમાં એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે, "એકવાર ઝારખંડમાં અમારી સરકાર બનશે, અમે રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓને અહીંથી કાઢી મુકીશું. આ લોકો આપણી સંસ્કૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છે અને તેઓ આપણી સંપત્તિ પર પણ કબજો કરી રહ્યા છે. જો બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી રોકવામાં નહીં આવે તો આગામી 25-30 વર્ષમાં તેઓ અહીં બહુમતી બની જશે અને રોજગાર પર કબજો કરી લેશે. આ લોકો નકલી લગ્ન ગોઠવીને આપણી છોકરીઓને પણ ફસાવી રહ્યા છે.

બાંગ્લાદેશનો વિરોધ પત્ર (X-Account)

બાંગ્લાદેશની ટિપ્પણી :અમિત શાહના આ નિવેદન પર બાંગ્લાદેશે ટિપ્પણી કરતા કહ્યું કે, અમને અપેક્ષા નહોતી કે ભારત અમારા નાગરિકો, ખાસ કરીને જવાબદાર હોદ્દા પર રહેલા લોકો પર આવી ટિપ્પણી કરશે. આનાથી પરસ્પર સન્માનની ભાવના ઘટશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ઝારખંડ હાઈકોર્ટે પણ બાંગ્લાદેશીઓ વિશે કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, રાજ્ય સરકારે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને ઓળખવા જોઈએ, કારણ કે આ ગંભીર ચિંતાનો વિષય છે.

બાંગ્લાદેશના નવા વડા મો. યુનુસ :બાંગ્લાદેશના નવા વચગાળાના વડા મોહમ્મદ યુનુસ હાલ અમેરિકામાં છે અને પીએમ નરેન્દ્ર મોદી ત્યાંથી પરત ફરી રહ્યા છે, પરંતુ બંનેની મુલાકાત થઈ નથી. જોકે, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને બાંગ્લાદેશના વિદેશ મંત્રી તૌહિદ હુસૈન અમેરિકામાં મળ્યા હતા. આ દરમિયાન BBC અનુસાર ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશનર અબ્દુલ બાસિતે દાવો કર્યો છે કે, પીએમ મોદીએ યુનુસને મળવાની ના પાડી દીધી હતી.

બાંગ્લાદેશની રાજનીતીમાં હાલના બદલાવ :તમને જણાવી દઈએ કે, આ વર્ષે 5 ઓગસ્ટે બાંગ્લાદેશમાં બળવો થયો અને શેખ હસીનાને રાજીનામું આપવાની ફરજ પડી હતી. સેનાએ સત્તા કબજે કરી અને શેખ હસીનાએ એ જ દિવસે ભારતમાં આશરો લીધો હતો. સેનાએ તેના નેતૃત્વમાં ઘણા નિર્ણયો લીધા અને ત્યાં વચગાળાની સરકાર બનાવવાનો દાવો કર્યો. આ સરકારના વડા મોહમ્મદ યુનુસ છે, જેમને અમેરિકાનો સમર્થક માનવામાં આવે છે. જ્યારથી મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશમાં સત્તા પર આવ્યા છે, ત્યારથી BNP શાસનમાં સક્રિયપણે ભાગ લઈ રહી છે. BNP ના વડા બેગમ ખાલિદા ઝિયા છે, તેઓ ભારત વિરોધી વલણ અપનાવવા માટે જાણીતી છે. થોડા દિવસ પહેલા જ બાંગ્લાદેશી મીડિયાએ દાવો કર્યો હતો કે, ભારતે જાણીજોઈને બાંગ્લાદેશમાં પાણી છોડ્યું છે. જોકે, ભારતે આ વાતને નકારી કાઢી હતી.

બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીનો મુદ્દો :બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીનો મુદ્દો સતત ઉઠતો રહ્યો છે. 1971 માં બાંગ્લાદેશની રચના થઈ ત્યારથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ ભારતમાં આશરો લઈ રહ્યા છે. હવે સ્થિતિ એવી છે કે, સરહદ પરના કેટલાક રાજ્યોમાં સ્થિતિ ગંભીર બની રહી છે. 2016માં મોદી સરકારે સંસદમાં જણાવ્યું કે, ભારતમાં બાંગ્લાદેશથી આવેલા ગેરકાયદેસર વસાહતીઓની સંખ્યા બે કરોડની નજીક છે. 2015-19ની વચ્ચે ભારતે લગભગ 15 હજાર બાંગ્લાદેશીઓને ભારતની નાગરિકતા આપી છે.

  1. "બાંગ્લાદેશી આતંકવાદીઓ બંગાળ-આસામમાં અડ્ડો જમાવશે " : ગુપ્તચર માહિતી
  2. મુક્તિ સંગ્રામ દરમિયાન ભારતના યોગદાનની યાદોને નિશાન બનાવ્યું, જોખમમાં સ્મારક

ABOUT THE AUTHOR

...view details