મહાત્મા ગાંધી જન્મભૂમિ પોરબંદરને 'આયકોનિક ટૂરિસ્ટ સ્પોટ' તરીકે વિકસાવો ગાંધીનગરઃ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની રજૂઆતના પગલે પોરબંદરના કર્લી જળાશય પક્ષી અભ્યારણને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રૂપિયા ૧૫ કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. મોઢવાડિયાની અન્ય રજૂઆતના પગલે બરડા અભ્યારણમાં જંગલ દર્શન સફારી શરૂ કરવાની સાથે બરડા જંગલના તીર્થ સ્થળોનો વિકાસ કરી રૂપિયા ૫૦ કરોડના ખર્ચે "બરડા ટૂરીસ્ટ સર્કીટ" શરૂ કરવામાં આવશે.
આઈકોનિક ટૂરીસ્ટ સ્પોટઃ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરને "આઈકોનીક ટૂરીસ્ટ સ્પોટ" વિકસાવવા માટે ધારાસભ્ય મોઢવાડિયાએ કરેલ રજૂઆત સંદર્ભે પણ સરકાર વિચારણા કરતી હોવાની જાહેરાત આજે વિધાનસભામાં કરવામાં આવી. ગુજરાત સરકારે પોરબંદર તાલુકાના વિસાવાડા(મૂળ દ્વારકા)ના બારા પાસે દરિયાઈ બીચ વિકસાવવાની યોજના જાહેર કરી હતી. આ ઉપરાંત પોરબંદરના કર્લી જળાશય પક્ષી અભ્યારણને વિકસાવવા રૂપિયા ૧૫ કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
પ્રવાસન પ્રધાનની જાહેરાતઃઆજે વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના પ્રશ્નના જવાબમાં પ્રવાસન પ્રધાન મૂળુભાઈ બેરાએ વિસાવાડા(મુળ દ્વારકા) પાસે દરિયાઈ બીચ વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. ઉપરાંત પોરબંદરના કર્લી મોકર સાગર ને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા પક્ષી અભ્યારણ માટે રૂપિયા ૧૫ કરોડની બજેટમાં જોગવાઈ કરીને ટેન્ડર્સ બહાર પાડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પોરબંદરને મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે આઈકોનિક ટૂરીસ્ટ પ્લેસ તરીકે વિકસાવવાની યોજના બનાવવાનું પણ સરકારની સક્રિય વિચારણા હેઠળ હોવાનું મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું. અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં પ્રધાન મૂળુ બેરાએ જણાવ્યું હતું કે બરડા અભ્યારણમાં જંગલ દર્શનની સફારી શરૂ કરવાની સાથે બરડા જંગલના તીર્થ સ્થળોનો વિકાસ કરી રૂપિયા ૫૦ કરોડના ખર્ચે "બરડા ટૂરીસ્ટ સર્કીટ" શરૂ કરવામાં આવશે.
પોરબંદરના કર્લી મોકર સાગર ને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા પક્ષી અભ્યારણ માટે રૂપિયા ૧૫ કરોડની બજેટમાં જોગવાઈ કરીને ટેન્ડર્સ બહાર પાડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પોરબંદરને મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે આઈકોનિક ટૂરીસ્ટ પ્લેસ તરીકે વિકસાવવાની યોજના બનાવવાનું પણ સરકારની સક્રિય વિચારણા હેઠળ છે...અર્જુન મોઢવાડિયા(ધારાસભ્ય, પોરબંદર)
- Junagadh Congress : ભાજપ ધર્મના નામે અધર્મની નીતિ અપનાવીને કરી રહ્યું છે રાજનીતિ, જૂનાગઢમાં અર્જુન મોઢવાડિયાએ કર્યો પ્રહાર
- Gujarat Congress News : જનતાના સહકારથી કોંગ્રેસ કચ્છની બેઠક પણ જીતશે - અર્જુન મોઢવાડિયા