ભરૂચ : સોમવારે રાત્રે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વરના એક માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે ભીષણ રૂપ ધારણ કર્યું, જોકે ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ભરૂચ ફાયર અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.
ભરૂચ ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવીએ જણાવ્યું કે, "હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી."
અંકલેશ્વરના સ્ક્રેપ ગોડાઉનમાં આગ :આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર અંકલેશ્વરમાં નેશનલ હાઇવે 48 ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતા આગની જ્વાળાઓ દૂર દૂરથી જોઈ શકાતી હતી. ગોડાઉનમાં આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં ભાગદોડ અને અફરાતફરી મચી હતી. બનાવ અંગે ભરૂચ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
મોટી જાનહાની ટળી :ભરૂચ ફાયરબ્રિગેડની ટીમને આગના બનાવ અંગે માહિતી મળતા જ તાત્કાલિક અંકલેશ્વર DPMCના ત્રણ જેટલા ફાયર ફાયટરો અને ભરૂચ ફાયર વિભાગ સહિતની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો અને ફાયર અધિકારીઓએ પુષ્ટિ કરી કે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.
- મહાકુંભમાં ત્રીજી વખત આગ લાગી, 15 આલીશાન તંબુ બળીને ખાખ
- મહાકુંભ મેળામાં ફરી આગ લાગી : પાર્કિંગમાં બે વાહનો બળીને ખાખ